Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 અને સિંહની ગર્જના જેવા ઘણા મોટા અવાજે પોકાર્યું. તેણે પોકાર કર્યો એટલે સાત મહાગર્જનાઓએ મોટા પડઘા પાડીને જવાબ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેણે સિંહની ગર્જના જેવા મોટે સ્વરે પોકાર કર્યો; અને જયારે તેણે પોકાર કર્યો ત્યારે સાત ગર્જના બોલી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને જેમ સિંહ ગર્જે છે તેમ તેણે મોટે અવાજે પોકાર કર્યો અને જયારે તેણે તે પોકાર કર્યો ત્યારે, સાત ગર્જનાનો અવાજ થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે દૂતે મોટા સાદે સિંહની ગર્જનાની જેમ પોકાર કર્યો; દૂતના પોકાર પછી સાત ગજૅના બોલી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 10:3
16 Iomraidhean Croise  

પ્રભુની ગર્જના સમુદ્રો પર ગર્જે છે; ગૌરવી ઈશ્વર ગર્જે છે; પ્રભુ મહાસાગરો પર ગર્જે છે;


રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ સમી તાજગીભરી છે.


પ્રભુએ મને કહ્યું, “સિંહ પોતાના પકડેલા શિકાર પર ધૂરક્તો હોય ત્યારે ઘણા ભરવાડોને એકઠા કરવામાં આવે તો તેમના બુમાટાથી કે હોકારાથી સિંહ ગભરાઈ જતો નથી. તેવી જ રીતે સર્વસમર્થ પ્રભુ સિયોનના રક્ષણાર્થે તેના શિખર પર ઊતરી આવતાં કોઈથી રોકાશે નહિ.


પ્રભુ શૂરવીર સૈનિકની જેમ લડાઈમાં ઝંપલાવે છે. તેમને યોદ્ધાની જેમ શૂરાતન ચડે છે. તે લલકાર કરે છે અને રણનાદ જગાવે છે. તે પોતાના દુશ્મનોને પોતાની તાક્તનો પરચો કરાવે છે.


તેમના સૈનિકોની ગર્જના સિંહની ત્રાડ જેવી છે. તેઓ સિંહનાં બચ્ચાની માફક ગર્જના કરશે અને ધૂરકશે. તેઓ શિકાર પકડીને ખેંચી જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.


હે યર્મિયા, મેં તને જે જે ફરમાવ્યું તે બધું જ તું આ લોકોને પ્રગટ કર. વળી, તેમને કહે કે, ‘પ્રભુ સ્વર્ગમાંથી ગર્જના કરે છે અને પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી ઘાંટો પાડે છે. તે પોતાના લોકની વિરુદ્ધ મોટી ગર્જના કરશે. દ્રાક્ષ ખૂંદનાર માણસની જેમ તે ઘાંટો પાડશે, અને પૃથ્વીના બધા લોકો તે સાંભળશે.


કરુબોની પાંખોનો અવાજ બહારના ચોક સુધી સંભળાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો લાગતો હતો.


“હું પ્રભુ તેમના શત્રુઓ પર સિંહની જેમ ગર્જીશ અને મારા લોક મને અનુસરશે. તેઓ પશ્ર્વિમમાંથી મારી પાસે ઉતાવળે આવશે.


સિયોન પર્વતમાંથી પ્રભુ ગર્જના કરે છે: યરુશાલેમમાંથી તેમની વાણી ગરજે છે; અને પૃથ્વી તથા આકાશ કાંપે છે. પણ તે પોતાના લોકનું તો રક્ષણ કરશે.


આમોસે કહ્યું, “પ્રભુ સિયોનમાંથી ગર્જના કરે છે, યરુશાલેમમાંથી તેમની વાણી ગાજે છે. ભરવાડોનાં ગૌચર સુકાઈ જાય છે, અને ર્કામેલના શિખર પરનું ઘાસ કરમાઈ જાય છે.”


સિંહ ગર્જના કરે ત્યારે લોકોને ભય ન લાગે? પ્રભુ પરમેશ્વર કંઈક કહે ત્યારે તેમનો સંદેશ પ્રગટ કરવાનું કોણ ટાળી શકે?


પછી મેં સમુદ્રનાં મોજાંના ધૂઘવાટ અને મેઘગર્જના જેવો અવાજ આકાશમાંથી સાંભળ્યો. વળી, વીણાવાદકો વીણા વગાડતા હોય તેવો અવાજ સાંભળ્યો.


એ પછી મેં બીજું એક રહસ્યમય અને આશ્ર્વર્યકારક દૃશ્ય જોયું. સાત દૂતો સાત આફતો સાથે ઊભા હતા. આ અંતિમ આફતો હતી. કારણ, તેઓ ઈશ્વરના કોપનો અંતિમ તબક્કો દર્શાવે છે.


પછી ચાર જીવંત પ્રાણીઓમાંના એકે પેલા સાત દૂતને સર્વકાળ જીવનાર ઈશ્વરના કોપથી ભરેલા સાત પ્યાલા આપ્યા.


રાજ્યાસનમાંથી વીજળીના ચમકારા, અવાજો તથા મેઘગર્જનાના કડાકા નીકળતા સંભળાયા. રાજ્યાસનની સમક્ષ અગ્નિની સાત સળગતી મશાલો હતી. તે તો ઈશ્વરના સાત આત્માઓ હતા.


પછી દૂતે વેદી પરના અંગારા લઈને ધૂપપાત્રમાં મૂક્યા, અને તે પૃથ્વી પર ઠાલવી દીધું. એટલે પ્રચંડ મેઘગર્જના, કડાકાઓ, વીજળીના ચમકારા અને ધરતીકંપ થવા લાગ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan