Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મૂએલાંમાંથી પ્રથમજનિત, અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે તેમના તરફથી, તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી મુક્ત કર્યા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને ઈસુ ખ્રિસ્ત પાસેથી, તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાક્ષી છે. મૂએલાંમાંથી સજીવન થનાર તે સર્વ પ્રથમ હતો. ઈસુ પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે. ઈસુ એક જ છે જે આપણને પ્રેમ કરે છે. અને ઈસુ એ એક છે જેણે પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાથી મુક્ત કર્યા;

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 1:5
53 Iomraidhean Croise  

મારા દોષથી મને પૂરેપૂરો ધૂઓ, મારાં પાપથી મને શુદ્ધ કરો. પાપની કબૂલાત


સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરો અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરો.


હું તેને મારો જયેષ્ઠ પુત્ર અને પૃથ્વીના રાજાઓમાં સર્વોચ્ચ બનાવીશ.


વિશ્વાસુ સાક્ષી અસત્ય બોલશે નહિ; પણ જુઠ્ઠા સાક્ષીના મુખમાંથી જૂઠાણું વહે છે.


મેં તેને લોકો માટે સાક્ષી અને તેમનો અધિકારી તથા સેનાપતિ ઠરાવ્યો હતો.


તેથી તેણે પોતાના ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, મંત્રવિદો અને વિદ્વાનોને બોલાવ્યા કે જેથી તેઓ તેના સ્વપ્નનો અર્થ સમજાવે. તેઓ રાજા સમક્ષ હાજર થયા,


તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.


જો વસ્તુને ધોઈ નાખવાથી ફૂગનો ડાઘ જતો રહે તો તેને ફરીથી ધોઈ નાખવું એટલે તે વિધિગત રીતે શુદ્ધ થઈ જશે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે.


કારણ, માનવપુત્ર પણ સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.


ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો.


હવે એક નવીન આજ્ઞા હું તમને આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.


જેમ પિતા મારા પર પ્રેમ કરે છે તે જ પ્રમાણે હું પણ તમારા પર પ્રેમ કરું છું. તમે મારા પ્રેમમાં રહો.


તેથી પિલાતે તેને પૂછયું, “તો પછી તું રાજા છે, એમ ને?” ઈસુએ જવાબ આપ્યો, “તમે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા માટે જ હું આ દુનિયામાં જન્મ્યો છું. જે સત્યનો છે તે મારી વાત સાંભળે છે.”


હું તમને સાચે જ કહું છું: અમે જે જાણીએ છીએ તે વિષે બોલીએ છીએ, અને જે નજરે જોયું છે તે વિષે સાક્ષી પૂરીએ છીએ. છતાં તમારામાંનો કોઈ અમારી સાક્ષી સ્વીકારવા તૈયાર નથી.


ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે.


તેણે જે જે જોયું છે અને સાંભળ્યું છે તે સંબંધી તે સાક્ષી પૂરે છે. પરંતુ કોઈ તેની સાક્ષી કબૂલ રાખતું નથી.


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


એટલે કે મસીહે યહૂદીઓ અને બિનયહૂદીઓ સમક્ષ ઉદ્ધારનો પ્રકાશ જાહેર કરવા માટે દુ:ખ સહન કરવું જોઈએ અને મરણમાંથી પ્રથમ સજીવન થનાર બનવું જોઈએ.”


ઈશ્વરે ઈસુને તેમના બલિદાન પરના વિશ્વાસ દ્વારા પાપ નિવારણ અર્થે પ્રાયશ્ર્વિત તરીકે નિયત કર્યા છે અને એમ કરીને ઈશ્વરે પોતાની ન્યાયયુક્તતા જાહેર કરેલી છે. પ્રથમ તો ભૂતકાળના સંબંધમાં; કે જે વખતે થયેલાં પાપ વિષે ઈશ્વરે પોતાની સહનશીલતામાં સજા કરી નહોતી;


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો, તેમની મારફતે આપણે એ બધી જ બાબતોમાં વિશેષ વિજયી બનીએ છીએ.


તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા.


તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું.


પણ ઈશ્વરની કૃપા એટલી બધી સમૃદ્ધ છે, અને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


તેમને તેમના જાતભાઈઓની જેમ જમીન વારસામાં મળશે નહિ, તેમ તેઓ જમીનની માલિકી ધરાવશે નહિ. પ્રભુએ તેમને આપેલા વચન પ્રમાણે તો પ્રભુ પોતે જ તેમનો વારસો છે.


જો કે તમારા ઈશ્વર પ્રભુએ તો બલામની વિનંતી સાંભળી જ નહિ. એને બદલે, તમારા ઈશ્વર પ્રભુએ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારા પર પ્રેમ રાખે છે.


પરંતુ પ્રભુ તમને ચાહે છે અને તમારા પૂર્વજો સાથે લીધેલા શપથ પાળવા ઈચ્છે છે તેથી જ પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી તમને ઇજિપ્ત દેશના રાજાના સકંજામાંથી એટલે ગુલામીના બંધનમાંથી તમને છોડાવ્યા હતા.


તે તો પોતાના શરીરનું, એટલે કે, મંડળીનું શિર છે અને તે શરીરના જીવનનું ઉદ્ભવસ્થાન છે. તે ઈશ્વરના પ્રથમજનિત પુત્ર છે, અને માત્ર તેમને જ સર્વ સર્જનમાં પ્રથમસ્થાન મળે તે માટે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે.


સૌના જીવનદાતા ઈશ્વરની સમક્ષ અને પોંતિયસ પિલાતની સમક્ષ સારો એકરાર કરનાર ખ્રિસ્ત ઈસુ સમક્ષ હું તને આજ્ઞા કરું છું:


ઈશ્વર સર્વોપરી સત્તાધીશ છે; રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. તે નિયત સમયે ઈસુને પ્રગટ કરશે.


તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.


એટલે કે, નાશવંત સોનારૂપાથી નહિ, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન જેવા હતા તેમના અમૂલ્ય રક્ત વડે તમને મુક્ત કરવામાં આવ્યા છે.


પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો તેમાં નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ કર્યો અને તેમના પુત્રને મોકલ્યા કે જેથી આપણાં પાપની માફી મળે, એમાં પ્રેમ છે.


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


અળસી રેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા મારા બે સાક્ષીઓને હું મોકલીશ. તેઓ બારસો સાઠ દિવસ દરમિયાન ઈશ્વરનો સંદેશ પ્રગટ કરશે.


તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે.


પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


તેના ઝભ્ભા પર અને તેની જાંઘ પર “રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું હતું.


‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી;


લાઓદીકિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે આમીન, વિશ્વાસુ અને સત્યનિષ્ઠ સાક્ષી તથા ઈશ્વરના સર્વ સર્જનનું ઉદ્ભવસ્થાન છે તે આમ કહે છે:


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan