Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 1:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેમને જોઈને હું તેમનાં ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડયો. પરંતુ તેમણે તેમનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, હું જ પ્રથમ તથા છેલ્લો છું. હું જીવંત છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, ‘બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જ્યારે મેં તેને જોયો, હું તેનાં ચરણોમાં મૃતપ્રાય માણસની જેમ પડી ગયો. તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે; “ગભરાઈશ નહી! હું પ્રથમ અને છેલ્લો છું.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 1:17
30 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


તમે મને ચારેબાજુથી ઘેરી વળીને સંભાળો છો; તમે તમારા હાથના સામર્થ્ય વડે મને ધરી રાખો છો.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


મોશેએ કહ્યું, “ગભરાશો નહિ; કારણ, ઈશ્વર માત્ર તમારી ક્સોટી કરવા જ આવ્યા છે; જેથી તમે તેમનો ડર રાખો અને પાપ ન કરો.”


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


આરંભથી જ આવનાર પેઢીઓનું ભાવિ નિર્માણ કરનાર કોણ છે? એ તો હું પ્રભુ છું. હું આદિ છું, અને જે અંતિમ હશે તેની સાથે પણ હું જ હોઈશ.”


ઇઝરાયલનો રાજા અને ઉદ્ધારક સર્વસમર્થ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું આદિ છું; હું જ અંત છું. મારા સિવાય બીજો કોઈ દેવ નથી.


પ્રભુ કહે છે, “હે યાકોબ, હે ઇઝરાયલ, મારા પસંદ કરેલા લોક, મારું સાંભળો! હું જ ઈશ્વર છું. હું આદિ છું અને હું જ અંત છું.


તમે મને જવાબ આપતાં કહ્યું, “બીશ નહિ.”


એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.


ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું.


એ સાંભળીને હું અવાક બની જમીન પર તાકી રહ્યો.


એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ.


ઈસુએ કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.


ચોકીદારો ખૂબ જ ગભરાઈ ગયા. તેઓ ધ્રૂજી ઊઠયા અને મૃતપ્રાય થઈ ગયા.


દૂતે સ્ત્રીઓને કહ્યું, ડરશો નહિ, હું જાણું છું કે જેમને ક્રૂસે જડવામાં આવેલા તે ઈસુને તમે શોધો છો.


શિષ્યોમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે તેમની પડખે અડીને જ બેઠો હતો.


જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા અને જમતી વખતે જે હંમેશાં ઈસુની છાતીને અઢેલીને બેસતો હતો અને જેણે પ્રભુને પૂછયું હતું, “પ્રભુ, કોણ તમારી ધરપકડ કરાવશે?” તે બીજા શિષ્યને પિતરે પાછા ફરીને જોયો.


તેણે મને કહ્યું, “તું જે જુએ તે પુસ્તકમાં લખ અને એ પુસ્તક એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાદેલ્ફિયા અને લાઓદીકિયા; એ સાતે ય સ્થાનિક મંડળીઓને મોકલી આપ.”


યોહાન તરફથી આસિયા પ્રાંતની સાતે સ્થાનિક મંડળીઓને, જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે ઈશ્વર તરફથી અને તેમના રાજયાસનની આગળ જે સાત આત્માઓ છે તેમના તરફથી,


પ્રભુ સર્વસમર્થ ઈશ્વર જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે કહે છે, “હું આલ્ફા તથા ઓમેગા છું.”


સ્મર્નામાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પ્રથમ અને છેલ્લો છે અને મૃત્યુ પામીને સજીવન થયો છે, તે આમ કહે છે:


હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત, પ્રથમ અને છેલ્લો છું.”


Lean sinn:

Sanasan


Sanasan