Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 97:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રતિમાઓની પૂજા કરનારા સર્વ લોકો અને વ્યર્થ મૂર્તિઓમાં ગૌરવ લેનારા લોકો લજ્જિત થાઓ. હે સર્વ દેવો, તમે પ્રભુને પ્રણામ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કોરેલાં પૂતળાંની સેવા કરનારાઓ, અને મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ ફજેત થાઓ. હે સર્વ દેવો, તમે ઈશ્વરને ભજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મૂર્તિઓનું પૂજન કરનારા અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ, તેમના “દેવો” નમશે અને યહોવાની ઉપાસના કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 97:7
19 Iomraidhean Croise  

“તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો.


કરુબોનાં મુખ એકબીજાની સામસામે અને દયાસનના મધ્યભાગ તરફ રાખવાં. વળી, તેમની પાંખો દયાસન પર આચ્છાદન થાય એ રીતે ઊંચે ફેલાયેલી રાખવી.


આ તો બધા જૂઠા દેવો છે; તેમનાં કામ નહિવત્ છે. તેમની મૂર્તિઓ ખાલી પવન જેવી શૂન્યવત્ છે.”


મૂર્તિઓ પર ભરોસો રાખનારાઓ અને તેમને પોતાના દેવો કહેનારાઓ શરમાઈને ભાગી જશે.”


તું અંધજનોની આંખો ઉઘાડશે અને બંદીખાનામાંથી કેદીઓને અને કેદની કોટડીના અંધકારમાં બેઠેલાઓને મુક્ત કરીશ.


મૂર્તિઓના ઘડનારા લજ્જિત તથા ફજેત થશે. તેઓ સૌ શરમાઈ જશે.


એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.


પ્રભુ કહે છે, “જેમ ચોર પકડાઈ જાય ત્યારે તે ભોંઠો પડે છે, તેમ ઇઝરાયલના બધા લોકો, તેમના રાજવીઓ, અધિકારીઓ, તેમના યજ્ઞકારો અને તેમના સંદેશવાહકો શરમિંદા થશે.


પ્રભુએ કહ્યું, “તમે પૂજા કરવા માટે મૂર્તિઓ, પ્રતિમા, સ્તંભ કે કોતરેલા પથ્થર બનાવશો નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


‘પ્રભુ જેને ધિક્કારે છે એ પથ્થરની, લાકડાંની કે ધાતુની મૂર્તિ બનાવીને ગુપ્તમાં તેની ભક્તિ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


તમે તમારે માટે મૂર્તિ ન બનાવો. આકાશમાં, પૃથ્વી પર કે પૃથ્વી નીચેના પાણીમાં જે કાંઈ હોય એના આકારની પ્રતિમા તમે ન બનાવો.


વળી, ઈશ્વરે પોતાના પ્રથમજનિત પુત્રને દુનિયામાં મોકલતી વખતે ફરી કહ્યું, “ઈશ્વરના બધા દૂતો તેનું ભજન કરો.”


આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.


બીજે દિવસે વહેલી સવારે આશ્દોદના લોકોએ જોયું કે દાગોનની મૂર્તિ પ્રભુની કરારપેટી સમક્ષ જમીન પર ઊંધી પડેલી હતી. તેમણે મૂર્તિને લઈને ફરીથી તેને તેની જગ્યાએ મૂકી.


Lean sinn:

Sanasan


Sanasan