Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 97:3 - પવિત્ર બાઇબલ C.L.

3 અગ્નિ તેમની આગળ આગળ ચાલે છે, અને ઈશ્વરની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરી નાખે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેમની આગળ અગ્નિ ચાલે છે, તે તેમની આસપાસ તેમના શત્રુઓને બાળી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અગ્નિ તેમની આગળ ચાલે છે અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 97:3
19 Iomraidhean Croise  

તેમનાં નસકોરાંમાંથી ધૂમાડો નીકળ્યો, તેમનાં મુખમાંથી ભસ્મીભુત કરનાર અગ્નિ અને સળગતા અંગારા ધસી આવ્યા.


આકાશો ઝુકાવીને પ્રભુ નીચે ઊતરી આવ્યા. તેમનાં ચરણો તળે ગાઢ અંધકાર હતો.


આપણા ઈશ્વર પધારે છે, પણ ચૂપકીદીથી નહિ; તેમની સમક્ષ ભસ્મીભૂત કરનાર અગ્નિ ધસે છે અને તેમની ચારે તરફ પ્રચંડ આંધી છે.


મેં જોયું તો ઉત્તરમાંથી આંધી અને વાવાઝોડું આવ્યાં અને એક મોટું વાદળું દેખાયું. જેમાં અગ્નિ ઝબૂક્તો હતો અને તેની આસપાસ ઝગમગાટ હતો. અગ્નિની મધ્યમાં ઝળહળતી ધાતુ જેવું દેખાતું હતું.


તેમાંથી અગ્નિની જવાળાઓ નીકળતી હતી. હજારો લોકો તેમની સેવામાં હતા અને લાખો લોકો તેમની સમક્ષ ઊભેલા હતા. ન્યાયસભા શરૂ થઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં.


મરકી તેમની આગળ આગળ જાય છે અને રોગચાળો તેમને પગલે પગલે ચાલે છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


મારો કોપ અગ્નિ માફક ભભૂકે છે; અને મૃત્યુલોક શેઓલના તળિયા સુધી બધું ખાક કરે છે, પૃથ્વી અને તેની પેદાશને ભરખી જાય છે અને પર્વતોના પાયાઓને પણ સળગાવી મારે છે.


તમે નજીક આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા હતા. પર્વત તો સળગતો હતો અને જવાળાઓ છેક આકાશ સુધી પહોંચતી હતી.


તમને બોધ આપવા માટે તેમણે તમને આકાશમાંથી પોતાની વાણી સંભળાવી અને અહીં પૃથ્વી પર મહાન અગ્નિ દેખાડયો અને તે અગ્નિ મધ્યેથી તમે તેમના શબ્દો સાંભળ્યા.


પ્રભુ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી તમારી સાથે રૂબરૂ બોલ્યા હતા.


ત્યારે જેઓ ઈશ્વરને ઓળખતા નથી અને આપણા પ્રભુ ઈસુ સંબંધીના શુભસંદેશને આધીન થતા નથી તેમને ઈશ્વર પૂરેપૂરી શિક્ષા કરશે.


કારણ, આપણા ઈશ્વર તો ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.


જો કોઈ તેમને ઇજા પહોંચાડવા ચાહે તો તેમના મુખમાંથી અગ્નિ નીકળીને તેમનો સંહાર કરશે. તેમને ઇજા પહોંચાડનાર એ રીતે માર્યો જશે.


જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેનું નામ લખેલું ન હતું તેવા પ્રત્યેકને અગ્નિના કુંડમાં ફેંકી દેવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan