Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 96:5 - પવિત્ર બાઇબલ C.L.

5 અન્ય લોકોના સર્વ દેવો વ્યર્થ મૂર્તિઓ જ છે, પરંતુ પ્રભુ તો આકાશોના સર્જનહાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે; પણ યહોવાએ આકાશોને ઉત્પન્‍ન કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે; પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 96:5
15 Iomraidhean Croise  

આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.


આકાશ તથા પૃથ્વીના સર્જક પ્રભુ તમને આશિષ આપો.


અન્ય દેશોના દેવો તો સોનાચાંદીની મૂર્તિઓ છે; તેઓ માનવી હાથોથી ઘડાયેલી છે.


તેમને ઘડનારા તેમ જ તેમના પર ભરોસો રાખનારા સર્વ હાથે ઘડેલી મૂર્તિઓ જેવા વ્યર્થ થશે.


ત્યારે હું વિચારું છું કે, માણસ તે કોણ કે તમે તેનું સ્મરણ કરો છો? અને માનવપુત્ર તે કોણ કે તમે તેની દરકાર રાખો છો?


આ તો બધા જૂઠા દેવો છે; તેમનાં કામ નહિવત્ છે. તેમની મૂર્તિઓ ખાલી પવન જેવી શૂન્યવત્ છે.”


ઈશ્વરે આકાશો ઉત્પન્‍ન કરીને તેમને પ્રસાર્યાં છે; તેમણે પૃથ્વીને તેમ જ તેમાં થતી નીપજને વિસ્તાર્યાં છે. તેમણે પૃથ્વીના બધા લોકમાં અને તેની પરના બધા સજીવોમાં પ્રાણ પૂર્યો છે. એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે:


આ પાઉલ શું કરી રહ્યો છે તે તમે તમારી જાતે જુઓ છો અને સાંભળો છો. તે કહે છે કે માણસોએ બનાવેલા દેવો તો દેવો જ નથી અને અહીં એફેસસમાં તેમ જ લગભગ આખા આસિયા પ્રદેશમાં ઘણા લોકોને એવું સમજાવવામાં તે સફળ થયો છે.


મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે જણાવવાનું કે, મૂર્તિ તો જેની હયાતી નથી તેનું પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે એક જ ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan