Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 96:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; સર્વ દેવોમાં માત્ર તે જ આરાધ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે; અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ; સર્વ “દેવોની” ઉપર છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 96:4
19 Iomraidhean Croise  

મારા ઈશ્વર પ્રભુના સન્માનાર્થે હું મંદિર બંધાવું છું. એ પવિત્રસ્થાનમાં હું અને મારા લોક સુગંધીદ્રવ્યોનો ધૂપ બાળીને તેમની ભક્તિ કરીશું, અને ત્યાં જ પ્રભુ અમારા ઈશ્વરના સન્માનાર્થે રોજ સવાર-સાંજ, પ્રત્યેક સાબ્બાથે, ચાંદ્રમાસના પ્રથમ દિવસે અને બીજા પવિત્ર દિવસોએ દહનબલિ ચઢાવીશું. તેમણે હમેશાં એમ કરવાની ઇઝરાયલને આજ્ઞા આપી છે.


યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.”


પ્રભુ મહાન છે અને અત્યંત સ્તુતિપાત્ર છે; તેમનું મહાત્મ્ય અગમ્ય છે.


તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની ઉત્તમ મહાનતાને માટે તેમની સ્તુતિ કરો.


હું સ્તુતિપાત્ર પ્રભુને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે.


પ્રભુ મહાન છે અને તે અત્યંત સ્તુતિપાત્ર છે. તેમનો પવિત્ર સિયોન પર્વત આપણા ઈશ્વરના નગરમાં છે.


ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે.


આવો, અને ઈશ્વરનાં મહાન કાર્યોનું અવલોકન કરો; મનુષ્યો પ્રત્યેનાં તેમનાં કાર્ય અદ્‍ભુત છે.


હે પ્રભુ, તમે ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી સન્મુખ કોણ ઊભું રહી શકે?


તમે સાચે જ મહાન છો અને અજાયબ કાર્યો કરો છો; એકમાત્ર તમે જ ઈશ્વર છો.


સંતોની સભામાં તે આરાધ્ય ઈશ્વર છે અને તેમની આસપાસના સૌના કરતાં તે જ મહાન અને આરાધ્ય છે.


કારણ, પ્રભુ તો સર્વોચ્ચ ઈશ્વર છે. તે સર્વ દેવો પર મહાન રાજા છે.


હવે હું જાણું છું કે પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. કારણ, ઇજિપ્તીઓ ઇઝરાયલીઓ પ્રત્યે તુમાખીભર્યો વર્તાવ કરતા હતા ત્યારે જ તેમણે તેમના પર વિજય મેળવ્યો છે.”


હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.


રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”


તમારે કોનાથી ડરવું તે હું તમને બતાવું છું: મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાની જેમને સત્તા છે તે ઈશ્વરથી ડરો. હું તમને કહું છું કે, માત્ર તેમનાથી ડરો!


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


એ પરાક્રમી દેવોથી આપણને કોણ બચાવી શકે તેમ છે? એ તો ઇજિપ્તીઓને સર્વ પ્રકારના મહાપાતકથી મારનાર દેવો છે.


Lean sinn:

Sanasan


Sanasan