Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 96:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુના માનમાં ગાઓ. તેમના નામને ધન્ય કહો; દિનપ્રતિદિન તેમનો ઉદ્ધાર પ્રગટ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યહોવાની આગળ ગાઓ, તેમના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેમનું તારણ પ્રગટ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેમના નામને ધન્યવાદ આપો; દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 96:2
16 Iomraidhean Croise  

પછી દાવિદે લોકોને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ કરો!” આખી સભાએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુને તેમજ રાજાને માન આપવા નતમસ્તકે પ્રણામ કર્યા.


પ્રભુની આજ્ઞાનો અમલ કરનારા અને તેમની વાણી પ્રત્યે લક્ષ દેનારા શક્તિશાળી અને પરાક્રમી દૂતો, પ્રભુનું સ્તવન કરો.


હે મારા ઈશ્વર, મારા રાજા, હું લોકોમાં તમારી મહાનતા જાહેર કરીશ. હું સદાસર્વદા તમારા નામને ધન્ય કહીશ.


હે પ્રભુ, તમે સર્જેલા સર્વ જીવો તમારો આભાર માને છે; તમારા સંતો તમને ધન્ય કહે છે.


પ્રતિદિન હું તમને ધન્ય કહીશ; હું સદાસર્વદા તમારા નામની સ્તુતિ કરીશ.


મેં તમારા ઉદ્ધારની વાત મારા હૃદયમાં સંતાડી રાખી નથી. હું સદા તમારા વિશ્વાસુપણા વિષે અને ઉદ્ધારક સહાય વિષે બોલ્યો છું; તમારાં પ્રેમ અને સચ્ચાઈને મેં મોટી સભાથી છુપાવ્યાં નથી.


મારું મુખ તમારી ભલાઈ અને તમે કરેલાં ઉદ્ધારનાં કાર્યો નિત્ય પ્રગટ કરશે; જો કે હું તેમની સંખ્યા જાણતો નથી!


હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!”


તેમણે તેમને કહ્યું, “આખી દુનિયામાં જાઓ, અને સમસ્ત માનવજાતને શુભસંદેશનો પ્રચાર કરો.


“હે મારા ભાઈઓ, અબ્રાહામના વંશજો, અને અત્રે ઈશ્વરનું ભજન કરી રહેલા સર્વ બિનયહૂદીઓ, ઉદ્ધારનો એ સંદેશો અમને જણાવવામાં આવ્યો છે!


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે.


અને સ્વર્ગમાં અને પૃથ્વી પર અને પૃથ્વીના પેટાળનાં બધાં પ્રાણીઓ અને દરિયાની અંદરનાં પ્રાણી અને આખી સૃષ્ટિનાં બધાં જ પ્રાણીઓનો અવાજ મેં સાંભળ્યો. તેઓ ગાતાં હતાં: “જે રાજ્યાસન પર બિરાજમાન છે તેમને અને હલવાનને, સદા સર્વકાળ સ્તુતિ, સન્માન, ગૌરવ અને સામર્થ્ય હો!”


Lean sinn:

Sanasan


Sanasan