Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 95:3 - પવિત્ર બાઇબલ C.L.

3 કારણ, પ્રભુ તો સર્વોચ્ચ ઈશ્વર છે. તે સર્વ દેવો પર મહાન રાજા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે યહોવા મોટા ઈશ્વર છે, તે સર્વ દેવો પર મોટા રાજા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 કારણ, યહોવા મહાન દેવ છે; તે સર્વ દેવો પર મહાન રાજા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 95:3
22 Iomraidhean Croise  

એઝરાએ કહ્યું, “મહાન ઈશ્વર યાહવેની સ્તુતિ થાઓ!” બધા લોકોએ હાથ ઊંચા કરીને “આમીન, આમીન!” એવું બોલતાં પ્રત્યુત્તર વાળ્યો. ભૂમિ તરફ પોતાનાં માથાં ટેકવીને તેમણે ધૂંટણિયે પડીને આરાધના કરી.


હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર. હે પ્રભુ, મારા ઈશ્વર, તમે કેટલા મહાન છો! તમે વૈભવ અને પ્રતાપથી વિભૂષિત છો.


હું પોતે જાણું છું કે પ્રભુ મહાન છે. તે સર્વ દેવો કરતાં મહાન છે.


પ્રભુ મહાન છે અને અત્યંત સ્તુતિપાત્ર છે; તેમનું મહાત્મ્ય અગમ્ય છે.


સર્વોચ્ચ ઈશ્વર પ્રભુ તો આરાધ્ય છે. તે સમસ્ત પૃથ્વીના રાજાધિરાજ છે.


તે પ્રજાઓ સામે અમને વિજય અપાવે છે; તે રાષ્ટ્રોને અમારે ચરણે નમાવે છે.


કારણ, પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; સર્વ દેવોમાં માત્ર તે જ આરાધ્ય છે.


હે પ્રભુ, એકમાત્ર તમે જ પૃથ્વી પર સર્વોચ્ચ છો, સર્વ દેવો કરતાં તમે શ્રેષ્ઠ છો.


“તે રાત્રે હું આખા ઇજિપ્ત દેશમાં ફરીશ અને ઇજિપ્તીઓ અને તેમનાં પ્રાણીઓનાં સર્વ પ્રથમજનિતોનો સંહાર કરીશ. હું ઇજિપ્તના સર્વ દેવોને સજા કરીશ. હું પ્રભુ છું.


હવે હું જાણું છું કે પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. કારણ, ઇજિપ્તીઓ ઇઝરાયલીઓ પ્રત્યે તુમાખીભર્યો વર્તાવ કરતા હતા ત્યારે જ તેમણે તેમના પર વિજય મેળવ્યો છે.”


હે મારા લોક, ભયભીત થશો નહિ કે બીશો નહિ. શું મેં એ બધું પ્રાચીન સમયથી જાહેર કરેલું નથી? તમે પોતે મારા સાક્ષીઓ છો. શું બીજો કોઈ દેવ છે? ના, બીજો કોઈ એવો આશ્રયનો ખડક નથી. હું તો એવા બીજા કોઈને જાણતો નથી.”


જેમનું નામ સેનાધિપતિ યાહવે છે, જે રાજાધિરાજ છે તે કહે છે. “મારા જીવના સમ, તમારા પર આક્રમણ કરનાર નક્કી આવશે; તે તો ડુંગરોમાં તાબોર પર્વત જેવો, અને સમુદ્રની નિકટ આવેલા ઊંચા ર્કામેલ પર્વત જેવો અનન્ય છે.


મોઆબ દેશ અને તેનાં નગરોનો વિનાશ થયો છે; તેના શ્રેષ્ઠ યુવાનો ક્તલ માટે દોરી જવાયા છે; જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે રાજાની આ વાણી છે.


“હવે હું નબૂખાદનેસ્સાર આકાશના ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમને માનમહિમા આપું છું. તેમનાં કાર્યો યથાર્થ અને માર્ગો ન્યાયી છે. તે ગર્વથી વર્તનારને નીચો પાડે છે.”


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


પોતાના ટોળામાં માનેલું પ્રાણી હોય અને મને તે ચઢાવવાનું વચન આપ્યું હોય ત્યારે મને નક્મા પ્રાણીનું અર્પણ ચઢાવીને છેતરપિંડી કરનાર પર શાપ ઊતરો. કારણ, હું મહાન રાજા છું, અને સર્વ દેશના લોકો મારું ભય રાખે છે.”


પૃથ્વીના નહિ, કારણ, તે તેમનું પાયાસન છે. યરુશાલેમના નહિ, કારણ, તે મહાન રાજા દાવિદનું શહેર છે.


માટે આ શત્રુ પ્રજાઓથી ભય પામશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે છે; તે મહાન અને ભયાવહ ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan