Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 94:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ગુનેગારો ઘમંડી બકવાટ કરે છે, અને ભ્રષ્ટાચારીઓ ગુનેગારી વિષે શેખી મારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓ બકે છે, તેઓ અભિમાનયુક્ત વાતો કરે છે; સર્વ અન્યાય કરનારા વડાઈ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે અને તેઓ સર્વ બડાઈ મારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓ અભિમાન યુકત વાતો કરે છે; અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 94:4
26 Iomraidhean Croise  

દુષ્ટની ખુશાલી અલ્પજીવી હોય છે, અને અધર્મીનો આનંદ ક્ષણિક હોય છે?


જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


તેમની જીભ સાપની જીભ જેવી ક્તિલ છે, અને તેમના શબ્દો નાગના વિષ જેવા ઘાતક છે. (સેલાહ)


નેક માણસો વિરુદ્ધ અહંકારથી, ઘૃણાથી અને ઉદ્ધતાઈપૂર્વક બોલનારા જૂઠા હોઠો મૂક બની જાઓ.


હે જુલમી, શા માટે તું તારી દુષ્ટતાની બડાઈ હાંકે છે?


તેમના હોઠો પર પાપ છે. તેમના શબ્દોમાં પાપ છે. તેઓ શાપ દે છે અને જૂઠ બોલે છે. તેથી તેમને પોતાના જ અહંકારમાં ફસાઈ પડવા દો.


જુઓ તો ખરા કે તેઓ કેવું થૂંક ઉડાડે છે! તેમની વાણી તાતી તલવાર જેવી છે; છતાં તેઓ ધારે છે કે તેમનું બોલવું સાંભળનાર કોઈ નથી.


એવા લોકો પણ હોય છે જેમના દાંત તલવાર જેવા અને જેમની દાઢો ક્સાઈની છરી જેવી તીક્ષ્ણ હોય છે. તેઓ પૃથ્વી પરથી કચડાયેલાઓને અને લોકોમાંથી ગરજવાનોને ફાડી ખાય છે.


પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”


હું જોતો હતો ત્યારે પણ પેલું નાનું શિંગડું હજુ બડાઈ હાંકતું હતું. હું જોયા કરતો હતો એવામાં ચોથા પ્રાણીને મારી નાખવામાં આવ્યું અને તેના શબને અગ્નિમાં બાળી નાખવામાં આવ્યું.


તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે.


હું શિંગડાં સામે તાકી રહ્યો હતો એવામાં તેઓ મધ્યે એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેણે અગાઉનાં શિંગડાંમાંથી ત્રણને ઉખેડી નાખ્યાં. એ નાના શિંગડાને માનવી આંખો હતી અને ગર્વિષ્ઠ વાતો કરનાર મુખ હતું.


તેણે આકાશના સૈન્યના અધિપતિનો પણ તિરસ્કાર કર્યો અને તેમને ચડાવતાં રોજિંદાં બલિદાન બંધ કરાવ્યાં અને મંદિરને ભ્રષ્ટ કર્યું.


એ સાંભળીને ફરોશીઓએ લોકોને જવાબ આપ્યો, આ માણસ તો દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને હાંકી કાઢે છે.


ઓ સર્પોના વંશજો, તમે તો ભૂંડા છો, પછી તમે કેવી રીતે સારી વાત કરી શકો? કારણ, જે મનમાં છે તે જ મુખ બોલે છે.


તમારી મોટી મોટી બડાશો હાંકવાનું બંધ કરો, તમારા ગર્વિષ્ઠ શબ્દો ઉચ્ચારશો નહિ, કારણ, પ્રભુ સર્વજ્ઞ છે, અને તે માણસોનાં બધાં કાર્યોનો ન્યાય કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan