Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 94:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુ પોતાના લોકને તરછોડશે નહિ; તે પોતાની સંપત્તિ સમ પ્રજાનો ત્યાગ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 યહોવા પોતાના લોકને તજશે નહિ, તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ; અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 94:14
19 Iomraidhean Croise  

કોને જીવનનો આનંદ માણવો છે? કોણ આબાદી ભોગવવા દીર્ઘાયુષ્ય ચાહે છે?


પ્રભુ ન્યાયપ્રિય છે, અને તે પોતાના સંતોનો ત્યાગ કરતા નથી; તે તેમનું સદાસર્વદા રક્ષણ કરે છે. પરંતુ દુષ્ટોના વંશજોનો ઉચ્છેદ થશે.


તમારા લોકનો સમુદાય જેને તમે પ્રાચીનકાળથી પોતાનો બનાવ્યો તેનું સ્મરણ કરો; તમારા વારસાનું કુળ જેને તમે મુક્ત કર્યું તેને સંભારો; સિયોન પર્વત જ્યાં તમે વાસ કર્યો છે તેને યાદ કરો.


હે પ્રભુ, તેઓ તમારા લોકને કચડે છે. તેઓ તમારા વારસાસમ પ્રજા પર જુલમ ગુજારે છે.


જ્યારે મારા દીનદુ:ખિયા લોકોને પાણીની શોધ કર્યા છતાં ક્યાંયે ન મળતાં તેમની જીભ તરસને લીધે સુકાઈ જાય ત્યારે હું તેમની પ્રાર્થનાનો જવાબ આપીશ. હું ઇઝરાયલનો ઈશ્વર તેમને ત્યજી દઈશ નહિ.


યાકોબના હિસ્સા સમાન ઈશ્વર તેમના જેવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. ભાવિ દેશનિકાલ: વિલાપ અને પ્રાર્થના


તેમ છતાં તેઓ પોતાના દુશ્મનના દેશમાં હશે ત્યારે પણ હું તેમને સંપૂર્ણપણે ત્યજી દઈશ નહિ કે તેમનો વિનાશ કરીશ નહિ. કારણ, તેથી તો મારા કરારનો ભંગ થાય.


ઈશ્વરે જેમને અલગ કર્યા, તેમને તેમણે આમંત્રણ આપ્યું; વળી, ફક્ત આમંત્રણ આપ્યું એટલું જ નહિ, પણ તેમને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર્યા. એથી ય વિશેષ, તેમણે તેમને પોતાના મહિમાના ભાગીદાર પણ કર્યા.


મારી પ્રાર્થના છે કે તમે તેમનો પ્રકાશ નિહાળી શકો તે માટે તમારાં મન ખુલ્લાં થાય; જેથી જે આશાને માટે તમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને પોતાના લોકોને તે કેવો સમૃદ્ધ મહિમાવંત વારસો આપે છે,


બળવાન અને હિંમતવાન થાઓ. તેમનાથી ડરશો નહિ કે ભયભીત થશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ પોતે તમારી સાથે જાય છે. તે તમને નિષ્ફળ થવા દેશે નહિ કે તમને તજી દેશે નહિ.”


પ્રભુ પોતે તારા અગ્રેસર થશે અને તારી સાથે રહેશે. તે તને નિષ્ફળ થવા દેશે નહિ કે તને તજી દેશે નહિ. તેથી ડરીશ કે ભયભીત થઈશ નહિ.”


પરંતુ યાકોબના વંશજોને તો પ્રભુએ પોતાનો હિસ્સો, પોતાને ફાળે આવેલ વારસો કરી લીધા છે.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


પ્રભુ પોતાના નામની પ્રતિષ્ઠાને લીધે તમને તજી દેશે નહિ. કારણ, તેમણે તમને પોતાના લોકો બનાવવાનો નિર્ધાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan