Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 92:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તેઓ વૃદ્ધાવસ્થામાં પણ ફળવંત રહેશે; તેઓ સદા રસસભર અને તાજા રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે, અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 92:14
13 Iomraidhean Croise  

પરંતુ નેકજનો પોતાના માર્ગને વળગી રહે છે અને શુદ્ધ હાથવાળા ઉત્તરોત્તર બળવાન થાય છે.


તેઓ તો નદી પાસે રોપાયેલા વૃક્ષ સમાન છે; જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમને સફળતા સાંપડે છે.


હે ઈશ્વર, હું વૃદ્ધ થાઉં અને માથે પળિયાં આવે ત્યારેય મારો ત્યાગ કરશો નહિ; જેથી હું આગામી પેઢીને તમારા બળ વિષે જણાવું, અને આગંતુક પેઢીના પ્રત્યેક જનને તમારું પરાક્રમ પ્રગટ કરું.


નેકજનોનો માર્ગ પ્રભાતના પ્રથમ પ્રકાશ જેવો છે, જે મયાહ્ન સુધી ઉત્તરોત્તર વધતો જાય છે.


તમારી વૃદ્ધાવસ્થા સુધી હું તમારા પ્રત્યે એવો જ ઈશ્વર રહીશ, તમને પળિયાં આવે ત્યારે ય હું તમને ધરી રાખીશ. હું જ તમારો ઉત્પન્‍નર્ક્તા છું. હું જ તમને ધરી રાખું છું; હું જ તમને ઊંચકી લઉં છું અને હું જ છોડાવું છું.”


તે વ્યક્તિ પાણીની નજીક રોપાયેલા વૃક્ષ જેવી છે; તેનાં મૂળ ઝરણાં તરફ પહોંચે છે; તાપ પડે તેનો તેને ડર નથી; કારણ, તેનાં પાંદડાં લીલાંછમ રહે છે. તેને અનાવૃષ્ટિની પણ ચિંતા નથી! તે તો ફળ આપ્યે જ જાય છે.


એ નદીના બંને કિનારે અનેક પ્રકારનાં વૃક્ષો થશે, જે આહાર માટે ફળ આપશે. તેમનાં પાંદડાં કદી કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. તેમને દર મહિને નવાં ફળ બેસશે, કારણ, તેમને સિંચનારું જળ મંદિરમાંથી વહે છે. તેમનાં ફળ ખાવાના કામમાં અને તેમનાં પાંદડાં ઔષધિના કામમાં આવશે.”


હવે તો વૃક્ષોને જડમૂળથી કાપી નાખવાને માટે કુહાડી તૈયાર છે. જે વૃક્ષ સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


અને ઈશ્વરનાં મહિમા અને સ્તુતિને અર્થે સદ્ભાવનાનાં સારાં ફળ જે માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે જ આવે છે તેથી તમે ભરપૂર થાઓ.


તેઓ તમારી સંગતના ભોજન સમારંભમાં કલંકરૂપ છે અને શરમ વગર ખાયપીએ છે. તેઓ ફક્ત પોતાની જ કાળજી રાખે છે. તેઓ પવનથી ઘસડાતાં નક્માં નિર્જળ વાદળ જેવા છે. વળી, તેઓ મોસમમાં ફળ નહિ આપનાર, બિલકુલ મરી ગએલાં તથા મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા વૃક્ષ જેવા છે.


Lean sinn:

Sanasan


Sanasan