Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 92:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તમે મને જંગલી સાંઢ જેવો બળવાન બનાવ્યો છે; આનંદ દર્શાવવા મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ તમે મારું શિંગ જંગલી ગોધા [ના શિંગ] જેટલું ઊંચું કર્યું છે; મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે; મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 92:10
19 Iomraidhean Croise  

આપણા દેશમાંથી હું દુષ્ટોનો પશુઓની જેમ નાશ કરીશ; હું સર્વ દુરાચારીઓનો પ્રભુના નગરમાંથી નાશ કરીશ.


તે કંગાલોને ઉદારતાપૂર્વક દાન આપે છે; તેની ભલાઈ સદા ટકશે. તે શક્તિશાળી બનશે અને સન્માન પામશે.


જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


ત્યાં સિયોનમાં, હું દાવિદના રાજવંશને સત્તારૂઢ કરીશ; હું મારા અભિષિક્ત રાજાનો વંશરૂપી દીપક સળગતો રાખીશ.


ઈશ્વરે પોતાના લોકોને શક્તિમાન બનાવ્યા છે; જેથી તેમના સર્વ સંતો, એટલે, તેમના પ્રિય ઇઝરાયલ લોક તેમની સ્તુતિ કરે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


હે પ્રભુ, તમારી ગર્જનાથી અને તમારી નાસિકાના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં અને પૃથ્વીના પાયા ખુલ્લા થઈ ગયા.


મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો!


તમને નેકી પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે તેથી જ ઈશ્વરે, તમારા ઈશ્વરે તમારા સૌ સાથીઓમાંથી તમને પસંદ કરી આનંદના તેલથી તમારો અભિષેક કર્યો છે.


તે દુષ્ટોની સત્તા તોડી પાડશે; પરંતુ નેકજનોની સત્તા સ્થાપન કરશે.


તમે જ તેમનું ગૌરવ અને સામર્થ્ય છો. તમારી કૃપાથી તમે અમને વિજયી બનાવો છો.


મારું વિશ્વાસુપણું અને મારો પ્રેમ સતત તેની સાથે રહેશે અને મારે નામે તે સદા વિજયી બનશે.


ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે; જંગલી આખલા જેવું તેમનું બળ છે.


ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો. ઇઝરાયલમાં જાણે કે જંગલી આખલા જેટલું બળ છે. તેઓ પોતાના દુશ્મનોને ભરખી જાય છે, તેમનાં હાડકાંના ભાંગીને ચૂરેચૂરા કરે છે અને પોતાનાં તીરથી તેમને વીંધી નાખે છે.


તેમણે આપણે માટે સમર્થ ઉદ્ધારક ઊભો કર્યો છે; તે તો તેમના સેવક દાવિદના વંશજ છે.


એ ઈશ્વરે જ ખ્રિસ્ત પ્રત્યેની નિષ્ઠામાં તમને અને અમને દૃઢ કર્યા છે, અને આપણો અભિષેક કર્યો છે.


પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને સત્યની ખબર છે.


હે પ્રભુ, તમારા સર્વ શત્રુઓ એ જ રીતે માર્યા જાય, પણ તમારા ભક્તો ઊગતા સૂર્યની જેમ પ્રકાશતા જાઓ! પછી દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી.


હાન્‍નાએ પ્રાર્થના કરી: “પ્રભુએ મારું હૃદય આનંદથી ભરી દીધું છે, તેમણે મારી પ્રતિષ્ઠા વધારી છે. મારા શત્રુઓ સામે મારું મોં મલક્ય છે; પ્રભુએ મારી મદદ કરી હોવાથી હું આનંદિત છું.


પ્રભુનો પ્રતિકાર કરનારા છિન્‍નભિન્‍ન થઈ જશે, તે તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. તે સમસ્ત દુનિયાનો ન્યાય કરશે, તે પોતાના રાજાને સામર્થ્ય આપશે. તે પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજાને વિજેતા બનાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan