Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 91:1 - પવિત્ર બાઇબલ C.L.

1 સર્વોચ્ચ ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે અને સર્વસમર્થની છાયામાં જે નિવાસ કરે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 91:1
22 Iomraidhean Croise  

પ્રભુ તારા સંરક્ષક છે; પ્રભુ તારે જમણે હાથે તને છાયા કરશે.


તે જાતે સુખી થશે; વળી, તેના વંશજો દેશનો વારસો પામશે.


સાચે જ સંકટને સમયે પ્રભુ મને પોતાના નિવાસસ્થાનમાં સંતાડશે; તે મને પોતાના મંડપના આવરણ તળે છુપાવશે; અને ઊંચા ખડક પર મને સુરક્ષિત રાખશે.


તમે તેમને માણસો કાવતરાંથી તમારી હાજરીના ઓથે સંતાડશો; અને તેમને જીભના કંક્સથી તમારી છત્રછાયા નીચે સંભાળશો.


તમે મારું સંતાવાનું સ્થાન છો. તમે મને સંકટમાંથી ઉગારશો, અને ઉદ્ધારના પોકારો કરનારાથી મને ઘેરી લેશો. (સેલાહ)


હે ઈશ્વર, તમારો પ્રેમ કેવો અમૂલ્ય છે. તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશ્રય લે છે.


પરંતુ હું તો ઈશ્વરના ઘરમાં પાંગરતા લીલાછમ ઓલિવવૃક્ષ જેવો છું; હું ઈશ્વરના પ્રેમ પર સદાસર્વદા ભરોસો રાખું છું.


હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તમારે શરણે આવ્યો છે; આ વિનાશક આંધી પસાર ન થઈ જાય, ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં શરણ લઈશ.


હે પ્રભુ, તમે વંશાનુવંશ અમારું આશ્રયસ્થાન બન્યા છો.


વનનાં વૃક્ષો મધ્યે સફરજનનું વૃક્ષ હોય, તેમ અન્ય નવયુવાનોમાં મારો પ્રીતમ છે. તેની છાયામાં બેસવાથી મને અત્યંત આનંદ થાય છે અને તેનું ફળ મને મીઠું લાગે છે.


તમે ગરીબોના આશ્રય, દીનદુખિયાના આધાર, તોફાન સામે ઓથો અને તડકામાં છાયા સમા છો.


તેમનામાંનો પ્રત્યેક પવનથી સંતાવાની જગ્યા અને તોફાનની સામે ઓથા જેવો હશે. તે રણપ્રદેશમાં વહેતા ઝરણા જેવો અને વેરાન તથા નિર્જળ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


હું તમારે માટે પવિત્રસ્થાન બની રહીશ; પણ ઇઝરાયલ અને યહૂદિયા માટે તો હું ઠોકર ખવડાવનાર પથ્થર જેવો અને ગબડાવી નાખે તેવા ખડક જેવો બની રહીશ. વળી, યરુશાલેમના લોકો માટે હું ફાંદા અને જાળરૂપ બનીશ.


અમારા જીવનના આધાર સમો પ્રભુનો અભિષિક્ત દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયો. અમારા એ રાજા વિષે અમે તો એવું બોલતા હતા કે તેની છત્રછાયા નીચે અમે આસપાસની પ્રજાઓ મધ્યે સલામત રહીશું.


તેથી તું એમને કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કે મેં તેમને દૂરદૂરની પ્રજાઓમાં મોકલી દીધા છે અને તેમને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, છતાં, જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું હાલ પૂરતું તેમને માટે મંદિર બન્યો છું.”


કાંટાના છોડે તેમને જવાબ આપ્યો, ‘જો તમે ખરેખર તમારા રાજા તરીકે અભિષેક કરવા માગતા હો, તો આવીને મારી છાયાનો આશ્રય લો. પણ જો તમે નહિ કરો, તો મારી કાંટાળી ડાળીઓમાંથી અગ્નિ ફાટી નીકળશે અને લબાનોનનાં ગંધતરુ બાળી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan