Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 90:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, તમે વંશાનુવંશ અમારું આશ્રયસ્થાન બન્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે પ્રભુ, પેઢી દરપેઢી તમે અમારો આશ્રય થયા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 90:1
15 Iomraidhean Croise  

પ્રભુ તરફથી સંદેશ મળતાં યહૂદિયામાંથી એક ઈશ્વરભક્ત બેથેલ ગયો ને યરોબામ બલિનું દહન કરવા વેદી આગળ ઊભો હતો ત્યાં પહોંચી ગયો.


તમે મારા રક્ષણ માટે શરણગઢ બનો; કારણ, તમે મને બચાવવાનું વચન આપ્યું છે; તમે જ મારા ખડક અને ગઢ છો.


હે પ્રભુ, હું સદા તમારા પ્રેમ વિશે ગાઈશ; મારે મુખે પેઢી દર પેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.


સર્વોચ્ચ ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે અને સર્વસમર્થની છાયામાં જે નિવાસ કરે છે;


તેં માત્ર પ્રભુનું જ શરણ સ્વીકાર્યું છે, અને સર્વોચ્ચ ઈશ્વરનો આશ્રય લીધો છે;


હું તમારે માટે પવિત્રસ્થાન બની રહીશ; પણ ઇઝરાયલ અને યહૂદિયા માટે તો હું ઠોકર ખવડાવનાર પથ્થર જેવો અને ગબડાવી નાખે તેવા ખડક જેવો બની રહીશ. વળી, યરુશાલેમના લોકો માટે હું ફાંદા અને જાળરૂપ બનીશ.


તેથી તું એમને કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કે મેં તેમને દૂરદૂરની પ્રજાઓમાં મોકલી દીધા છે અને તેમને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, છતાં, જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું હાલ પૂરતું તેમને માટે મંદિર બન્યો છું.”


હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે.


જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં જીવે છે અને હું તેનામાં જીવું છું.


ઈશ્વરભક્ત મોશેએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલી લોકોને જે આશીર્વાદો આપ્યા તે આ પ્રમાણે છે:


સાર્વકાલિક ઈશ્વર તમારું નિવાસસ્થાન છે અને તમારી નીચે તમને ધરી રાખનાર સનાતન ભૂજો છે. તમે જેમ જેમ આગેકૂચ કરી તેમ તેમ તેમણે તમારા શત્રુઓને નસાડયા, અને તમને તેમનો નાશ કરવાનું કહ્યું.


પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.


આપણા પ્રત્યે ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ અને તે પર ભરોસો મૂકીએ છીએ. ઈશ્વર પ્રેમ છે અને જે કોઈ પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan