Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 9:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમે વિદેશી પ્રજાઓને ધમકાવી છે, અને દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેમનું નામનિશાન સદાને માટે ભૂંસી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે, તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને, અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે. અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 9:5
24 Iomraidhean Croise  

અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


જેથી તેઓ વિધર્મી રાષ્ટ્રો પર બદલો વાળે; અને અન્ય પ્રજાઓને શિક્ષા કરે.


રાષ્ટ્રો બળવાનું આયોજન કેમ કરે છે? પ્રજાઓ વ્યર્થ કાવતરાં કેમ ઘડે છે?


તમે જૂઠું બોલનારાઓને નષ્ટ કરો છો; હે પ્રભુ, તમે ઘમંડી અને દગાબાજ લોકોને ધિક્કારો છો.


જો દુષ્ટો પાપથી વિમુખ નહિ થાય, તો ઈશ્વર પોતાની તલવાર ઘસીને ધારદાર બનાવશે. તેમણે પણછ ખેંચીને પોતાનું ધનુષ્ય તૈયાર કર્યું છે.


પોતાના લોકે આગેકૂચ કરી તેમ ઈશ્વરે ત્યાંના વતનીઓને હાંકી કાઢયા અને તેમની ભૂમિ ઇઝરાયલનાં કુળોને વહેંચી આપી, અને તેમના તંબૂઓમાં પોતાના લોકને વસાવ્યા.


વિધર્મીઓ શા માટે અમને પૂછે કે, “તમારો ઈશ્વર કયાં છે?” તમારા સેવકોનું રક્ત વહેવડાવનાર પ્રજાઓનું અમારી નજર સામે જ વેર વાળો.


નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે.


નેકજનોનો પ્રકાશ આનંદપ્રદ હોય છે, જ્યારે દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


તેના રાજા અને અધિકારીઓને દૂર કર્યા પછી હું ત્યાં મારું રાજ્યાસન સ્થાપીશ. હું પ્રભુ એ બોલ્યો છું.


હે પ્રભુ, તમે મારા બચાવને માટે આવ્યા અને મારા જીવનનો ઉદ્ધાર કર્યો છે.


હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે.


તું મને વારીશ નહિ, મને તેમનો નાશ કરી નાખવા દે અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવા દે; અને તારામાંથી હું તેમના કરતાંય વિશાળ અને બળવાન પ્રજા ઉત્પન્‍ન કરીશ.’


એક તીક્ષ્ણ તલવાર તેના મોંમાંથી નીકળતી હતી; તેનાથી જ તે વિધર્મી પ્રજાઓનો પરાજય કરશે, તે તેમના પર લોખંડી રાજદંડથી શાસન ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભયાનક કોપરૂપી દ્રાક્ષકુંડને ખૂંદી નાખશે.


દાવિદે અબિગાઈલને કહ્યું, “આજે મને મળવા માટે તને મોકલનાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો.


નાબાલ મરી ગયો એવું સાંભળીને દાવિદે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ. મારું અપમાન કરવા બદલ તેમણે નાબાલ પર વેર લીધું છે. અને મને, તેમના સેવકને ભૂંડું કરતાં રોક્યો છે. પ્રભુએ નાબાલને તેની ભૂંડાઈની શિક્ષા કરી છે.” પછી દાવિદે અબિગાઈલ સાથે લગ્ન કરવાનું કહેણ મોકલ્યું.


તેથી તેણે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર ખેંચીને મને મારી નાખ. જેથી આ વિધર્મી પલિસ્તીઓ મારું અપમાન ન કરે અને મને મારી નાખે નહિ.” પણ શસ્ત્રવાહક એમ કરતા ઘણો ગભરાયો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની પર પડયો.


Lean sinn:

Sanasan


Sanasan