Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 9:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હે પ્રભુ, મારા પર દયા કરો, મારો દ્વેષ કરનારા મને રીબાવે છે તે જુઓ અને મને મૃત્યુના દરવાજેથી ઉગારો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હે યહોવા, મારા પર દયા કરો. મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારો દ્વેષ કરનારા મને દુ:ખ દે છે તે તમે જુઓ; કે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારો દ્વ્રેષ કરનાર મને દુ:ખ દે છે, તે તમે જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “હે યહોવા, તમે મારા પર દયા કરો, મને મોતના મુખમાંથી બચાવો, મને કેવું દુ:ખ છે! તે તમે જુઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 9:13
24 Iomraidhean Croise  

પ્રભુએ કહ્યું, “તેં આ શું કર્યું છે? સાંભળ! તારા ભાઈનું રક્ત બદલો લેવા માટે મને ભૂમિમાંથી પોકારી રહ્યું છે.


પ્રભુએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?” તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?”


તેને કહેજે કે હું પ્રભુ તેને કહું છું, ‘માણસને મારી નાખીને તું તેની મિલક્ત પણ પચાવી પાડે છે?’ તેને કહેજે હું તેને આમ કહું છું: ‘જે જગાએ કૂતરાંએ નાબોથનું રક્ત ચાટયું છે તે જ જગાએ તેઓ તારું રક્ત પણ ચાટશે!”


‘મેં ગઈકાલે નાબોથ અને તેના પુત્રોનાં ખૂન થયેલાં જોયાં છે મારું વચન છે કે હું તને આ જ ખેતરમાં શિક્ષા કરીશ.’ તેથી યોરામનું શબ ઉઠાવી લે, અને યિભએલી નાબોથની જમીનમાં ફેંકી દે, અને પ્રભુનું વચન પૂર્ણ કર.”


ઝખાર્યાના પિતા યહોયાદાએ રાજા પ્રત્યે દાખવેલી વફાદારીપૂર્વકની સેવા રાજા ભૂલી ગયો, અને તેણે ઝખાર્યાને મારી નંખાવ્યો. મરતાં મરતાં ઝખાર્યા બોલ્યો, “તમે જે કરો છો તે જોઈને પ્રભુ તમને શિક્ષા કરો!”


હે ઈશ્વર, અમારા ઈશ્વર, તમે કેવા મહાન છો! તમે કેવા ભયાવહ અને પરાક્રમી છો! તમે કરારપૂર્વક આપેલાં તમારાં વચનો વિશ્વાસુપણે પાળો છો. આશ્શૂરના રાજાઓએ અમારા પર અત્યાચાર કર્યો તે સમયથી આજસુધી અમારા રાજાઓ, આગેવાનો, યજ્ઞકારો અને પૂર્વજો અને અમારા સર્વ લોકોએ કેટલું દુ:ખ સહન કર્યું છે તે યાદ રાખજો.


હે પ્રભુ, ઊઠો; હે ઈશ્વર, દુષ્ટોને સજા કરવા તમારો હાથ ઉપાડો; તમે પીડિતોને વીસરી જશો નહિ.


સૌ કોઈ પ્રકારના ખોરાક પ્રત્યે તેમને ભારે અરુચિ પેદા થઈ હતી, અને તેઓ મૃત્યુદ્વારની નજીક આવી પહોંચ્યા હતા.


તમારા નામ પર પ્રેમ રાખનાર સાથે તમે જે રીતે વર્તો છો તેમ તમે મારા તરફ ફરો અને મારા પર કૃપા કરો.


હું કેટલો જુલમ વેઠું છું તે જુઓ, અને મને છોડાવો; કારણ, હું તમારો નિયમ વીસરતો નથી.


યાહવેનાં વચનો શુદ્ધ છે. તે માટીની ભઠ્ઠીમાં સાતવાર પરખાવેલી ચાંદી જેવાં નિર્ભેળ છે.


હે પ્રભુ, મારા ઈશ્વર, મારી તરફ લક્ષ દઈને મને ઉત્તર દો; મારી આંખોને સતેજ કરો; જેથી હું મૃત્યુનિદ્રામાં પોઢી જાઉં નહિ.


સહાય માટેના મારા પોકાર પ્રત્યે ધ્યાન આપો; કારણ, મારી ભારે દુર્દશા થઈ છે. મને સતાવનારાઓના હાથમાંથી મને છોડાવો; કારણ, તેઓ મારા કરતાં ઘણા બળવાન છે.


મારા શત્રુઓની સંખ્યા કેટલી મોટી છે તે જુઓ; તેઓ મારી ક્રૂર ઘૃણા કરે છે


હે પ્રભુ, તમે મારા પ્રાણને મૃત્યુલોક શેઓલમાંથી ઉપર ઉઠાવી લીધો. હું તો ઘોરમાં જવાની તૈયારીમાં હતો, પણ તમે મને નવજીવન બક્ષ્યું છે.


મારા શત્રુઓ સ્ફૂર્તિલા અને બળવાન છે; વિનાકારણ મારો દ્વેષ કરનારા પણ ઘણા છે.


હે ઈશ્વર તમારા પ્રેમને લીધે મારા પ્રત્યે દયા દર્શાવો. તમારી અસીમ રહેમ અનુસાર મારા અપરાધોને ભૂંસી નાખો.


તમે મારા પ્રાણને મૃત્યુમાંથી ઉગાર્યો છે, અને મારા પગને લથડવા દીધા નથી; જેથી, હે ઈશ્વર, હું તમારી સમક્ષ જીવનદાયક પ્રકાશમાં ચાલું.


તમે મારા પર અપાર પ્રેમ રાખો છો; તેથી મારા પ્રાણને તમે મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી ઉગારશો.


મને થયું કે મારે મારા આયુષ્યની અધવચ્ચે જ મૃત્યુલોક શેઓલના દરવાજાઓમાં થઈને જવું પડશે અને મારી આવરદાનાં બાકીનાં વર્ષો છીનવી લેવાયાં છે.


તેના લોક ખોરાકની શોધમાં નિસાસા નાખે છે. જીવવાને માટે ખોરાકને સારુ તેમણે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. નગર પોકારે છે, “હે પ્રભુ, મારા તરફ જુઓ, મારા દુ:ખમાં મને નિહાળો.”


તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે.


શુદ્ધિકરણ સંબંધી યહૂદી લોકોના ધાર્મિક નિયમો છે, અને એ હેતુ માટે આશરે સો લિટરની એક એવી પથ્થરની છ કોઠીઓ ત્યાં પડેલી હતી.


Lean sinn:

Sanasan


Sanasan