Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 9:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પીડિતોના ખૂનનો બદલો લેવાનું ઈશ્વર યાદ રાખે છે; તે તેમના પોકારને વીસરી જતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કેમ કે રક્તનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ વીસરી જતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ ભૂલી જતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 કારણ જે ન્યાય શોધતા હોય છે તેઓને તે યાદ રાખે છે. તેઓ રૂદન કરતા ગરીબ લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 9:12
21 Iomraidhean Croise  

હું જરૂર તમારા રક્તનો હિસાબ માગીશ: દરેક પ્રાણી પાસેથી હું તેનો હિસાબ માગીશ અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી તેના સાથીમાનવના જીવનો હિસાબ માગીશ.


ખાસ કરીને તો મનાશ્શાએ ઘણા નિર્દોષ માણસોને મારીને યરુશાલેમને લોહીથી તરબોળ કરી દીધું હતું એને લીધે એવું બન્યું હતું. પ્રભુ તેને તેની ક્ષમા આપવા રાજી નહોતા.


પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


હે પ્રભુ, તમે પીડિતોનો પોકાર સાંભળો છો; તમે તેમના દયને હિંમત આપશો.


ત્યારે તે લાચારની પ્રાર્થના પ્રત્યે લક્ષ આપશે, અને તેમની અરજોની અવગણના કરશે નહિ.


પ્રભુએ સિયોનનગરને પસંદ કર્યું છે, અને તેને પોતાનું નિવાસસ્થાન બનાવવા ઇચ્છયું છે.


તે પીડિતની અવગણના કરતા નથી, અને તેનાં દુ:ખોને લીધે તેને ધૂત્કારતા નથી; તે પોતાનું મુખ તેનાથી છુપાવતા નથી, પરંતુ મદદ માટેનો તેનો પોકાર સાંભળે છે.


આ પીડિતજને પોકાર કર્યો ત્યારે પ્રભુએ તે સાંભળ્યો અને તેનાં સર્વ સંકટમાંથી તેને ઉગારી લીધો.


પ્રચંડ રથોની સાથે, હજારો અને લાખો રથોની સાથે, પ્રભુ સિનાઈ પર્વત પરથી પોતાના પવિત્રસ્થાનમાં જાય છે.


તમારા લોકનો સમુદાય જેને તમે પ્રાચીનકાળથી પોતાનો બનાવ્યો તેનું સ્મરણ કરો; તમારા વારસાનું કુળ જેને તમે મુક્ત કર્યું તેને સંભારો; સિયોન પર્વત જ્યાં તમે વાસ કર્યો છે તેને યાદ કરો.


ત્યાં પોતાની વીજળીના કડાકાથી તેમણે શત્રુનાં ધનુષ્યો, ઢાલો, તલવારો અને યુદ્ધના શસ્ત્રોને ભાંગી નાખ્યાં. (સેલાહ)


પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.


ઇઝરાયલીઓનો વિલાપ મારી પાસે પહોંચ્યો છે. વળી, ઇજિપ્તના લોકો તેમના પર જે રીતનો જુલમ ગુજારે છે તે મેં જોયો છે.


પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ.


હું તથા પ્રભુએ મને આપેલાં આ બાળકો સિયોન પર્વત પર નિવાસ કરનાર સર્વસમર્થ પ્રભુ તરફથી ઇઝરાયલમાં નિશાની અને પ્રતીક સમા છીએ.


પરિણામે, હાબેલના ખૂનથી માંડીને બારાખ્યાનો પુત્ર ઝખાર્યા, જેને મંદિર અને યજ્ઞવેદી વચ્ચે તમે મારી નાખ્યો તેના સુધીની બધી નિર્દોષ વ્યક્તિઓનું લોહી તમારે માથે આવશે.


માણસોએ તમારા લોકોનું અને તેમના સંદેશવાહકોનું રક્ત રેડયું છે, અને એટલે જ તમે તેમને પીવા માટે રક્ત આપ્યું છે. તેઓ તેને માટે જ લાયક છે!”


એમ તેમણે તેમના અન્ય દેવતાઓથી વિમુખ થઈને પ્રભુની ઉપાસના કરી, એટલે પ્રભુને ઇઝરાયલની આફત જોઈને દયા આવી.


Lean sinn:

Sanasan


Sanasan