Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 9:11 - પવિત્ર બાઇબલ C.L.

11 સિયોનમાં બિરાજનાર પ્રભુનાં ગુણગાન ગાઓ; પ્રત્યેક દેશના લોકોને તેમનાં અદ્‍ભુત કાર્યો જાહેર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવા સિયોનમાં રહે છે, તેમનાં સ્તોત્ર ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ; ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 9:11
20 Iomraidhean Croise  

સૌ સાજા થયેલાઓ આભાર બલિનાં બલિદાનો ચડાવે, અને જયજયકારનાં ગીતો ગાતાં ઈશ્વરનાં કાર્યો વર્ણવે.


હું મૃત્યુ પામ્યો નહિ પણ જીવતો રહ્યો, તેથી હું યાહનાં અદ્‍ભુત કાર્યોને પ્રગટ કરીશ.


તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ, તેમનાં યશોગાનને મહિમાવાન બનાવો.


આવો, અને ઈશ્વરનાં મહાન કાર્યોનું અવલોકન કરો; મનુષ્યો પ્રત્યેનાં તેમનાં કાર્ય અદ્‍ભુત છે.


શાલેમ નગરમાં તેમનો મંડપ છે, અને સિયોન પર્વત પર તેમનું નિવાસસ્થાન છે


તેને બદલે તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને પસંદ કર્યો.


ઈશ્વર કહે છે, “તે મને પ્રેમથી વળગી રહે છે માટે હું તેને બચાવીશ, તે મારું નામ કબૂલ કરે છે તેથી હું તેની રક્ષા કરીશ.


સર્વ દેશોને કહો કે, પ્રભુ રાજ કરે છે, તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અને તે વિચલિત થશે નહિ; તે નિષ્પક્ષપાતપણે લોકોનો ન્યાય કરશે.


પલિસ્તીઓ તરફથી મોકલવામાં આવેલા સંદેશકોને અમે શો જવાબ આપીએ? આ જ જવાબ આપીશું: “પ્રભુએ સિયોનને સ્થાપન કર્યું છે અને તેમના પીડિતજનોને ત્યાં આશ્રય મળશે.”


મેં તમને તેમની સમક્ષ પ્રગટ કર્યા છે અને હજી કરતો રહીશ. જેથી મારા પરના તમારા પ્રેમમાં તેઓ ભાગીદાર બને, અને હું પણ એમનામાં વસું.”


એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.


પછી મેં જોયું તો હલવાન સિયોન પર્વત પર ઊભું હતું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા, જેમના કપાળે હલવાનનું નામ અને ઈશ્વરપિતાનું નામ લખવામાં આવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan