Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 89:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હે સેનાધિપતિ પ્રભુ ઈશ્વર, હે યાહ, તમારા સમાન પરાક્રમી કોણ છે? તમારું વિશ્વાસુપણું તમારી આસપાસ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હે સૈન્યોના ઈશ્વર યહોવા, હે યાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે? તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 89:8
19 Iomraidhean Croise  

“હે આકાશના ઈશ્વર યાહવે, તમે મહાન અને આદરણીય છો. તમારા પર પ્રેમ રાખનારાઓ અને તમારી આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે તમે વિશ્વાસુ રહીને તમારા કરારનું વચન પાળો છો.


ઉત્તરમાંથી સોનેરી પ્રકાશ પ્રસરે છે. ઈશ્વર ભયાવહ ગૌરવથી આભૂષિત છે.


જો હું તેમની સામે બળનો પ્રયોગ કરું, તો જુઓ, તે તો કેવા બળવાન છે! જો હું તેમના પર દાવો માંડુ, તો કોણ તેમને હાજર થવા ફરમાવે?


આપણા પ્રભુ મહાન અને અત્યંત સામર્થ્યવાન છે; તેમનું જ્ઞાન અસીમ છે.


આ ગૌરવી રાજા કોણ છે? યાહવે, જે શક્તિશાળી અને પરાક્રમી છે; યાહવે, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ તે છે.


હું મારા પૂરા અંત:કરણથી કહીશ કે, “હે પ્રભુ, તમારા સમાન કોણ છે?” તમે નિર્બળને બળવાનના સકંજામાંથી ઉગારો છો, અને પીડિત તથા કંગાલને તેમને લૂંટનારાના હાથમાંથી છોડાવો છો.


હે ઈશ્વર, તમારું વિશ્વાસુપણું આકાશ સુધી પહોંચે છે, તમે મહાન કાર્યો કર્યાં છે. હે ઈશ્વર, તમારા સમાન કોણ છે?


હે સેનાધિપતિ પ્રભુ, તમારા પર ભરોસો રાખનારને ધન્ય છે!


તમારો ભુજ બળવાન છે, તમારો ડાબો હાથ વિજયી અને જમણો હાથ ઉગામેલો છે.


આકાશમંડળમાં પ્રભુ સમાન કોણ છે? અને દેવપુત્રોમાં પ્રભુ જેવો કોણ છે?


માટે હવે મશ્કરી ઊડાવવાનું બંધ કરો, નહિ તો તમારાં બંધન વધુ દઢ બનાવાશે. સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે સમગ્ર દેશનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે તે અમે સાંભળ્યું છે.


“હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી.


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


તેમના શત્રુઓ જાણે છે કે તેમના દેવો કંઈ ઇઝરાયલના ઈશ્વર જેવા સમર્થ નથી.


માટે આ શત્રુ પ્રજાઓથી ભય પામશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે છે; તે મહાન અને ભયાવહ ઈશ્વર છે.


“પરમેશ્વર, પ્રભુ પરમેશ્વર, અમે એવું શા માટે કર્યું તે બહુ સારી રીતે જાણે છે અને તમે, સમસ્ત ઇઝરાયલ પણ એ જાણો એવું અમે ઈચ્છીએ છીએ. જો અમે પ્રભુ સામે વિદ્રોહ કર્યો હોય અને તેમને વફાદાર રહ્યા ન હોઈએ તો તમે અમને જીવતા રહેવા દેશો નહિ.


તો પછી તું તેમને કેમ આધીન થયો નથી? લૂંટ પર તૂટી પડીને તેં પ્રભુને ન ગમતું કેમ કર્યું છે?”


પ્રભુના જેવું કોઈ પવિત્ર નથી, તેમનો કોઈ સમોવડિયો નથી. આપણા પ્રભુ જેવો કોઈ સંરક્ષક ખડક નથી.


Lean sinn:

Sanasan


Sanasan