Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 89:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તમે કહ્યું, “મેં મારા પસંદ કરેલા સેવક દાવિદ સાથે કરાર કર્યો છે, અને મેં તેની સાથે શપથ લીધા છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદ સાથે સમ ખાધા છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે; અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 89:3
22 Iomraidhean Croise  

તેથી ઈશ્વર સમક્ષ મારો રાજવંશ અચળ છે; કારણ, તેમણે મારી સાથે સનાતન કરાર કર્યો છે. એ કરાર સચોટ અને બાંયધરીવાળો છે; તો પછી પ્રભુ પૂરેપૂરી સહાય નહિ કરે? તે મારી ઇચ્છા ફળીભૂત નહિ કરે?


પ્રભુએ દાવિદને વરદાન આપ્યું છે કે તે શાઉલ અને તેના વંશજો પાસેથી રાજ્ય લઈ લેશે અને દાવિદને દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશ પર ઇઝરાયલ અને યહૂદિયા બંનેનો રાજા બનાવશે. જો હું આ વાત સાચી ન ઠેરવું તો ઈશ્વર મને મારી નાખો.”


‘મારા લોક ઇઝરાયલને હું ઇજિપ્તમાંથી લઈ આવ્યો તે સમયથી માંડીને મારે નામે મારી ભક્તિ માટે મંદિર બાંધવા માટે સમગ્ર ઇઝરાયલ દેશમાંથી મેં કોઈ શહેર પસંદ કર્યું નથી. પણ હે દાવિદ, મેં તને મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.”


હે પ્રભુ, તમે દાવિદ સાથે સત્યપ્રતિજ્ઞા કરી: “હું તારા પુત્રોમાંથી એકને રાજા બનાવીશ, તે તારા પછી રાજ્ય કરશે; જો તારો પુત્ર મારો કરાર પાળશે અને હું શીખવું તે આદેશોનું પાલન કરશે, તો તેના વંશજો પણ સદાસર્વદા તારા રાજ્યાસન પર બિરાજશે.” ઈશ્વર એ પ્રતિજ્ઞા તોડશે નહિ.


તેમણે પોતાના સેવક દાવિદને પસંદ કર્યો, અને ઘેટાંનાં વાડામાંથી તેને બહાર લાવ્યા.


એક વેળાએ તમે સંદર્શનમાં તમારા ભક્તને કહ્યું; “મેં એક યોદ્ધાને શક્તિ પ્રદાન કરી છે. મારી પ્રજામાંથી પસંદ કરેલા એક યુવાનને મેં ઉન્‍નત કર્યો છે.


હું સદાસર્વદા તેના પર મારો પ્રેમ રાખીશ, અને તેની સાથેનો મારો કરાર અચલ રહેશે.


તમારા સેવક સાથેના કરાર પ્રતિ તમને ઘૃણા ઊપજી છે. તેના મુગટને ધૂળમાં નાખીને ભ્રષ્ટ કર્યો છે.


પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.


કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.


તેઓ ફરીથી પરદેશીઓની ગુલામી કરશે નહિ, પણ તેઓ મારી, તેમના ઈશ્વર પ્રભુની અને જેને રાજા બનાવું તે દાવિદના વંશજની સેવા કરશે.”


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું.


તે સંદેશવાહક હતો અને ઈશ્વરે તેને આપેલું વચન તે જાણતો હતો: ઈશ્વરે કરાર કર્યો હતો કે તે દાવિદના વંશજોમાંથી જ એકને દાવિદની માફક રાજા બનાવશે.


પરંતુ ઈસુ શપથ દ્વારા યજ્ઞકાર બન્યા, “ઈશ્વરે શપથ લીધા છે, અને તે પોતાના વિચારો બદલશે નહિ. ‘તું સનાતન યજ્ઞકાર છે.”


પ્રભુનો દૂત ગિલ્ગાલમાંથી બોખીમમાં આવ્યો. તેણે ઇઝરાયલીઓને કહ્યું, “હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો, અને તમારા પૂર્વજોને મેં સમપૂર્વક આપેલા વચન પ્રમાણેના દેશમાં હું તમને લાવ્યો છું. મેં કહ્યું, ‘તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan