Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 89:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેઓ દિનપ્રતિદિન તમારા નામમાં આનંદ કરે છે, તમારી ભલાઈ તેમને ઉન્‍નત બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેઓ આખો દિવસ તમારે નામે હર્ષ કરે છે; અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે; અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 89:16
20 Iomraidhean Croise  

તેમના પવિત્ર નામ માટે ગર્વ કરો, પ્રભુના આતુર ઉપાસકોનાં હૃદય આનંદિત બનો.


પ્રભુની ગર્જના મજબૂત ગંધતરુઓને ભાંગી નાખે છે. તે લબાલોનના મજબૂત ગંધતરુઓના ચૂરેચૂરા કરી નાખે છે.


પ્રભુની ગર્જના વીજળીના ચમકારા ફેલાવે છે.


સાચે જ આપણાં હૃદયો તેમને લીધે આનંદ કરશે; કારણ, આપણે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.


મેં તમારા ઉદ્ધારની વાત મારા હૃદયમાં સંતાડી રાખી નથી. હું સદા તમારા વિશ્વાસુપણા વિષે અને ઉદ્ધારક સહાય વિષે બોલ્યો છું; તમારાં પ્રેમ અને સચ્ચાઈને મેં મોટી સભાથી છુપાવ્યાં નથી.


અમે સર્વ સમયે ઈશ્વર વિષે જ ગર્વ ધરાવીએ છીએ; હે ઈશ્વર, અમે સદાસર્વદા તમારા નામની આભારસ્તુતિ કરીશું. (સેલાહ)


તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે.


હે યાકોબના વંશજો, ચાલો, આપણે પ્રભુના પ્રકાશમાં ચાલીએ.


હું વિજયનો દિવસ પાસે લાવું છું; તે હવે બહુ દૂર નથી. મારા ઉદ્ધારદાયક વિજયને હવે વાર લાગવાની નથી. હું સિયોનને વિજય પમાડીશ અને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


તેના રાજમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલના લોકો સલામતી ભોગવશે. તે રાજા ‘યાહવે-સિદકેનું’ (‘પ્રભુ આપણા ઉદ્ધારક’) એ નામથી ઓળખાશે.”


“દર સાત વર્ષે આવતો એક સાબ્બાથ, એ રીતે તમે સાત સાબ્બાથ એટલે ઓગણપચાસ વર્ષ ગણો.


પછી સાતમા માસને દસમે દિવસે એટલે પ્રાયશ્ર્વિતના દિવસે તમારે સમગ્ર દેશમાં રણશિંગડું વગાડવા માણસ મોકલવો.


ઈશ્વર મારા તારનારને લીધે મારો આત્મા આનંદ કરે છે.


શુભસંદેશમાં માણસોને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો માર્ગ પ્રગટ કરવામાં આવેલો છે. એ તો આરંભથી અંત સુધી વિશ્વાસથી જ શકાય છે. શાસ્ત્રમાં લખેલું છે કે, “વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવેલ વ્યક્તિ જીવન પામશે.”


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


જેથી હું તેમની સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાઉં. નિયમના પાલન દ્વારા પ્રાપ્ત થતો ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ નહિ, પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વર સાથે સ્થપાતો સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ હું ધરાવું છું. આ સુમેળભર્યો સંબંધ ઈશ્વર પોતે જ સ્થાપિત કરે છે અને તે વિશ્વાસ પર આધારિત છે.


તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો.


Lean sinn:

Sanasan


Sanasan