Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 89:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, હું સદા તમારા પ્રેમ વિશે ગાઈશ; મારે મુખે પેઢી દર પેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હું નિરંતર યહોવાની કૃપા વિષે ગાઈશ; હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 89:1
24 Iomraidhean Croise  

તે સર્વ માણસો કરતાં જ્ઞાની હતો: એથાન એઝ્રાહી અને માહોલના પુત્રો હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ વિશેષ જ્ઞાની હતો. તેની કીર્તિ પડોશના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ હતી.


અને શલોમોન હીરામને તેના માણસોના દૈનિક ખોરાક પેટે દર વર્ષે બે હજાર ટન ઘઉં અને ચાર લાખ લિટર શુદ્ધ ઓલિવ તેલ આપતો રહ્યો.


તેના ભાઈ ઝેરાને પાંચ પુત્રો હતા: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા.


તમારી વફાદારી અને તમારા પ્રેમ અને ઇન્સાફ વિષે હું ગીત ગાઈશ; હે પ્રભુ, હું તમારાં ગુણગાનનું રટણ કરીશ.


યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સાર્વકાલીન છે.


તમે તમારા લોક પ્રત્યે પેઢી દર પેઢી વિશ્વાસુ રહો છો. તમે પૃથ્વીને તેની ભ્રમણકક્ષામાં સ્થાપી છે અને તેમાં તે જળવાઈ રહે છે.


હે પ્રભુ, તમારો પ્રેમ આકાશો સુધી પ્રસરેલો છે, અને તમારું વિશ્વાસુપણું વાદળાંને આંબે છે.


પરંતુ હું તો તમારા સામર્થ્યનાં ગીતો ગાઈશ. સવારે હું તમારા અવિચળ પ્રેમનો જયજયકાર કરીશ. કારણ, તમે મારા ઊંચા સંરક્ષક ગઢ બન્યા છો, સંકટ સમયે તમે મારું આશ્રયસ્થાન છો.


મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર છે. આખો દિવસ હું તમારી શ્રેષ્ઠતા પ્રગટ કરું છું.


શું કબરમાં તમારા પ્રેમનું અને વિનાશલોક અબાદ્દોનમાં તમારા વિશ્વાસુપણાનું વર્ણન કરાશે?


મારું વિશ્વાસુપણું અને મારો પ્રેમ સતત તેની સાથે રહેશે અને મારે નામે તે સદા વિજયી બનશે.


છતાં હું દાવિદ પરથી પ્રેમ દૂર કરીશ નહિ. અથવા મારા વિશ્વાસુપણાને ખૂટવા દઈશ નહિ.


હે પ્રભુ, તમારા વિશ્વાસુપણાને લીધે જે પ્રેમ દાવિદ પ્રતિ દર્શાવવાના શપથ તમે લીધા તે પ્રેમ ક્યાં છે?


હે સેનાધિપતિ પ્રભુ ઈશ્વર, હે યાહ, તમારા સમાન પરાક્રમી કોણ છે? તમારું વિશ્વાસુપણું તમારી આસપાસ છે.


દસ તારના તંતુવાદ્ય પર, વીણા સાથે અને તાનપુરાના મધુર સ્વર સાથે પ્રત્યેક પ્રભાતે તમારા પ્રેમ, અને પ્રત્યેક રાત્રે તમારા વિશ્વાસુપણા વિષે ગાવું તે કેવું આનંદદાયક છે!


હે પ્રભુ, તમે મારા ઈશ્વર છો; હું તમને માન આપીશ અને તમારા નામની સ્તુતિ કરીશ. તમે અદ્‍ભુત કાર્યો કર્યાં છે અને તમારી પ્રાચીન યોજનાઓ તમે વિશ્વાસુપણે સાચેસાચ પાર પાડી છે.


એ તો સવારની જેમ હમેશાં તાજાં હોય છે. તેમનું વિશ્વાસુપણું સાચે જ મહાન છે.


પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો અબ્રાહમ અને યાકોબ સમક્ષ તમે સમ ખાઈને આપેલાં વચન પ્રમાણે તમારું વિશ્વાસુપણું અને તમારો અવિચળ પ્રેમ અમારા પ્રત્યે દેખાડશો.


એ સત્યનો આધાર સાર્વકાલિક જીવનની આશા પર છે. ઈશ્વર જૂઠું બોલતા નથી અને તેમણે સમયની શરૂઆત થયા અગાઉ એ જીવન આપવાનું વચન આપેલું છે,


Lean sinn:

Sanasan


Sanasan