Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 88:5 - પવિત્ર બાઇબલ C.L.

5 હું તો મૃતદેહો વચ્ચે તજી દેવાયેલા જેવો છું; અને જેમનું તમે ફરી સ્મરણ કરવાના નથી અને જેઓ તમારા સંરક્ષક હાથથી વંચિત થયા છે, તેવા કપાઈને કબરમાં નંખાયેલા લોકો જેવો હું બન્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મને તજીને મૂએલા ભેગો ગણી લીધો છે, મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી, અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે [તેમના જેવો હું છું].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું. જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં. અને હવે તમે તેઓને યાદ કરતાં નથી. તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 88:5
15 Iomraidhean Croise  

ઈશ્વરે ખીણપ્રદેશનાં શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે અબ્રાહામને સંભાર્યો, એટલે જે શહેરમાં લોત રહેતો હતો તેનો નાશ કર્યો ત્યારે તેમણે લોતને ઉગારી લીધો.


ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં.


ઈશ્વર કોઈની ઉપેક્ષા કરે અથવા કોઈની ધરપકડ કરી તેની સામે અદાલતી તપાસ ચલાવે તોય તેમને કોઈ રોકી શકે તેમ છે?


“મારો આત્મા ભાંગી પડયો છે; મારા દિવસો પૂરા થયા છે; મારે માટે કબર તૈયાર છે.


એટલે, ઈશ્વર મને કચડી નાખવા રાજી થાય અને મને છૂટે હાથે રહેંસી નાખે તો કેવું સારું?


આપણી નામોશીમાં તેમણે આપણને સંભાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું. હે મારા સંરક્ષક ખડક, મારા પોકાર પ્રત્યે કાન દો. જો તમે મૌન રહીને મને ઉત્તર નહિ આપો, તો હું કબરમાં ઉતારી દેવાતા શબ જેવો થઈ જઈશ.


હું જાણે હયાત ન હોઉં એમ લોકોના મનમાંથી વિસરાઈ ગયો છું; હું તેમને માટે ભંગિત પાત્રો જેવો નકામો થઈ ગયો છું.


હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે.


તમારો ઉગ્ર ક્રોધ મારા ઉપર ફરી વળ્યો છે અને તમારા ભયાનક હુમલાઓ મારો સદંતર નાશ કરે છે.


તેને જોરજુલમથી અને અદાલતી કાર્યપ્રણાલી વિના લઈ જવામાં આવ્યો. તેના જમાનાના લોકમાંથી કોને એ વાતનો ખ્યાલ આવ્યો કે, મારા લોકના અપરાધને લીધે તેને મૃત્યુદંડ દેવાયો અને જીવતાઓની ભૂમિ પરથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો.


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના સમગ્ર વંશજો આ હાડકાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘અમારાં હાડકાં સૂકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે. અમારે કોઇ ભવિષ્ય નથી.’


Lean sinn:

Sanasan


Sanasan