Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 88:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કબરમાં જનારાઓમાં મારી ગણતરી થાય છે; હું લાચાર માણસના જેવો બન્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું, અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 88:4
14 Iomraidhean Croise  

“મારો આત્મા ભાંગી પડયો છે; મારા દિવસો પૂરા થયા છે; મારે માટે કબર તૈયાર છે.


હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ.


હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું. હે મારા સંરક્ષક ખડક, મારા પોકાર પ્રત્યે કાન દો. જો તમે મૌન રહીને મને ઉત્તર નહિ આપો, તો હું કબરમાં ઉતારી દેવાતા શબ જેવો થઈ જઈશ.


“જો હું કબર ભેગો થાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું મારી ધૂળ તમને ધન્યવાદ આપશે? શું તે તમારું વિશ્વાસુપણું પ્રસિદ્ધ કરશે?”


હું જાણે હયાત ન હોઉં એમ લોકોના મનમાંથી વિસરાઈ ગયો છું; હું તેમને માટે ભંગિત પાત્રો જેવો નકામો થઈ ગયો છું.


તે તો માણસોથી તિરસ્કાર પામેલો અને તરછોડાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી હતો. તે તો જેને જોઈને માણસો પોતાનું મુખ સંતાડી દે તેવો ઉપેક્ષા પામેલો હતો અને આપણે તેને વિસાત વિનાનો ગણ્યો.


તેમણે મને માત્ર નાગદમનીના છોડની કડવાશ જેવાં ઝેરી દુ:ખ દીધાં છે; એ જ મારાં આહારપાણી બન્યાં છે.


હું તને મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલી દઈશ. ત્યાં તું પ્રાચીન સમયના લોકો ભેગું થઈ જશે. હું તને પુરાતન ખંડેરોની દુનિયામાં મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલાઈ ગયેલા લોકની સાથે વસાવીશ. તું ફરીથી વસતીવાળું બનશે નહિ કે આ દુનિયામાં હયાતી ધરાવશે નહિ.


હું છેક પર્વતોના તળિયે, હા, મને સદાને માટે કેદ કરી દેનાર દુનિયામાં આવી પડયો. પણ હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઊંડાણમાંથી ઉગારી લીધો.


આપણે હજી લાચાર હતા, ત્યારે ઈશ્વરે ઠરાવેલા સમયે ખ્રિસ્ત અધર્મીઓને માટે મરણ પામ્યા.


અમને જાણે કે મોતની સજા ફરમાવવામાં આવી હોય તેમ લાગ્યું હતું. એ તો અમે પોતા પર નહિ, પણ મરેલાંઓને સજીવન કરનાર ઈશ્વર પર જ આધાર રાખીએ તે માટે બન્યું.


કારણ, જો કે ઈસુને ક્રૂસ પર નિર્બળતામાં મારી નાખવામાં આવ્યા, તો પણ ઈશ્વરના સામર્થ્યથી તે જીવે છે. આમ, તેમની જેમ અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ તમારા લાભાર્થે ઈશ્વરના સામર્થ્યથી અમે તેમની સાથે જીવીશું.


Lean sinn:

Sanasan


Sanasan