Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 87:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ગાયકો અને નૃત્યકારો કહેશે: “અમારી સર્વ આશિષોનો સ્રોત સિયોનમાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 વળી ગાનારા તેમ જ નાચનારા [કહેશે] , “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે, “મારું સર્વસ્વ તારામાં છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 87:7
20 Iomraidhean Croise  

દાવિદ પોતાની કમરે માત્ર અળસી રેસાનું વસ્ત્ર વીંટાળીને પ્રભુની સમક્ષ પોતાના પૂરા બળથી નાચતો હતો.


ચાર હજારને સંરક્ષણની ફરજ બજાવવા, અને ચાર હજારને રાજાએ પૂરાં પાડેલાં સંગીતના વાજિંત્રો વડે પ્રભુની સ્તુતિ કરવા નીમ્યા.


તમે નૃત્ય કરીને ઈશ્વરના નામની સ્તુતિ કરો; ખંજરી તથા વીણા વગાડીને તેમનું સ્તવન ગાઓ.


કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે અને તમારા પ્રકાશને લીધે અમે પ્રકાશ જોઈશું.


જેનાં ઝરણાં ઈશ્વરના નગરને અને તેમાં આવેલા તેમના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.


“મહામંડળીમાં ઈશ્વરને ધન્ય કહો, ઇઝરાયલના સંમેલનમાં પ્રભુની સ્તુતિ કરો.


તમે આનંદપૂર્વક ઉદ્ધારના ઝરણામાંથી પાણી ભરશો.


પછી તે મને મંદિરના પ્રવેશદ્વાર પર પાછો લાવ્યો. મંદિરના ઉંબરા નીચેથી પાણી પૂર્વ તરફ વહેતાં હતા; કારણ, મંદિરનું મુખ પૂર્વદિશામાં હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ દિશાએ થઈને વહેતાં હતાં.


તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે.


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”


જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ફૂટી નીકળતું ઝરણું બની રહેશે અને તેને સાર્વકાલિક જીવન આપશે.”


દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી એટલે, સર્વ પ્રકાશના ઉદ્ભવસ્થાન, સ્વયંપ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે; તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી.


અને તેણે કહ્યું, “સઘળું પૂરું થયું. હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત છું. જેમને આત્મિક તરસ છે તેમને હું જીવનજળના ઝરણામાંથી વિનામૂલ્યે પીવડાવીશ.


પછી દૂતે મને ઈશ્વરના અને હલવાનના રાજ્યાસનમાંથી નીકળીને પવિત્ર નગરની મધ્યમાં વહેતી સ્ફટિક જેવી ચળક્તી જીવનજળની નદી બતાવી.


પવિત્ર આત્મા અને કન્યા બન્‍ને કહે છે, “આવો!” આ જે સાંભળે તે દરેક પોકારે, “આવો!” જે તરસ્યો હોય તે આવે અને જે ચાહે તે જીવનજળ વિનામૂલ્યે મેળવે.


Lean sinn:

Sanasan


Sanasan