Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 86:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, તમારા કાન ધરો અને મને ઉત્તર આપો. કારણ, હું પીડિત અને કંગાળ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, તમારો કાન ઘરીને મને ઉત્તર આપો; કારણ કે હું દીન તથા દરિદ્રી છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો; કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 86:1
19 Iomraidhean Croise  

પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારો પોકાર તમારી હજૂરમાં પહોંચવા દો.


ત્યારે તે લાચારની પ્રાર્થના પ્રત્યે લક્ષ આપશે, અને તેમની અરજોની અવગણના કરશે નહિ.


તેમની નિંદા અને અપમાનો મારાથી દૂર કરો, કારણ, હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરું છું.


મને ખાતરી છે કે પ્રભુ તો પીડિતજનોના દાવાની તરફેણ કરે છે, અને કંગાલોના હકકોની રક્ષા કરે છે.


હું મોટે સાદે પ્રભુને પોકારું છું; હું ઉચ્ચ સ્વરે પ્રભુને આજીજી કરું છું.


હે ઈશ્વર, હું તમને પોકારું છું; કારણ, તમે મને ઉત્તર આપો છો. હવે મારી તરફ કાન દો, અને મારી અરજ સાંભળો.


હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારા પ્રત્યે દયા દર્શાવો; કારણ, હું એકલવાયો અને દુ:ખી છું.


મારી તરફ કાન ધરો અને મને સત્વરે છોડાવો; તમે મારા રક્ષણનો મજબૂત ગઢ અને બચાવનો કિલ્લો બનો.


આ પીડિતજને પોકાર કર્યો ત્યારે પ્રભુએ તે સાંભળ્યો અને તેનાં સર્વ સંકટમાંથી તેને ઉગારી લીધો.


હું પીડિત અને દરિદ્ર છું પરંતુ પ્રભુ તમે મારી કાળજી લો છો, તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો. હે મારા ઈશ્વર, હવે વિલંબ ન કરો.


હે પ્રભુ, કાન દઈને અમારું સાંભળો અને આંખ ઉઘાડીને અમારા તરફ દષ્ટિ કરો. જીવંત ઈશ્વરનું અપમાન કરતા સાન્હેરીબના સઘળા નિંદાત્મક શબ્દો સાંભળો.


વળી પ્રભુ કહે છે, “શું મેં મારે પોતાને હાથે જ એ સૌનું સર્જન કર્યું નથી? મારે કારણે જ તો તેઓ અસ્તિત્વ ધરાવે છે! તેથી મારા નિવાસ માટે તો હું જે ગરીબ અને નમ્ર દયનો છે અને મારાં વચનથી ધ્રૂજે છે તેની જ તરફ લક્ષ રાખીશ.


હે ઈશ્વર, અમારું સાંભળો. અમારા તરફ દષ્ટિ કરો અને અમારું દુ:ખ તેમજ તમારા નામથી ઓળખાતા શહેરની દુર્દશા જુઓ. અમારાં કોઈ સત્કર્મોને લીધે નહિ, પણ તમારી દયાને આધારે અમે તમને વિનંતી કરીએ છીએ.


અંતરાત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે.


“પ્રભુનો આત્મા મારા પર છે; કારણ, ગરીબોને શુભસંદેશનો ઉપદેશ આપવા તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દૃષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા, કચડાયેલાઓને મુક્ત કરવા


મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે.


Lean sinn:

Sanasan


Sanasan