Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 85:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તમે તમારો રોષ સમાવ્યો હતો, અને તમારા ક્રોધાગ્નિને શાંત પાડયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે; તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી હવે તમારા કોપનો ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 85:3
17 Iomraidhean Croise  

તો તેમની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેમનું સાંભળીને તમારા લોકનાં સર્વ પાપ ક્ષમા કરજો.


તેથી ઈશ્વરે તેમના લોકનો નાશ કરવા વિચાર્યું. ત્યારે તેમણે પસંદ કરેલો સેવક મોશે વચ્ચે પડયો. અને લોકનો સંહાર કરવા ઉગ્ર બનેલા ઈશ્વરના કોપને શમાવવા તે ઈશ્વરની સંમુખ વિનવણી કરવા ઊભો રહ્યો.


છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ,


આરોને જવાબ આપ્યો, “મારા પર ગુસ્સે ન થઈશ; તું આ લોકોને તો ઓળખે છે કે તેઓ સ્વભાવે દુષ્ટ છે.


તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.


તમારા ઈશ્વર કહે છે, “મારા લોકને આશ્વાસન આપો, તેમને આશ્વાસન આપો!


યરુશાલેમના લોકોને હેતથી સમજાવો કે, ‘હવે તમારા દુ:ખના દિવસ પૂરા થયા છે. તમારા પાપનું ઋણ ચૂકવાઈ ગયું છે. કારણ, ઈશ્વરે તમને તમારાં બધાં પાપની બમણી શિક્ષા કરી છે.’


તેણે મારા હોઠને સળગતો અંગારો અડકાડીને કહ્યું, “જો, આ અંગારો તારા હોઠને અડકયો છે, એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.”


એ સમય આવશે ત્યારે લોકો શોધે તો પણ ઇઝરાયલમાં કોઈ દોષ જડશે નહિ અને યહૂદિયામાં કોઈ દુષ્ટતા જોવા મળશે નહિ. કારણ, જેમને મેં જીવતા રાખ્યા છે તેમને હું માફી પણ આપીશ. હું પ્રભુ આ બોલું છું.”


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.”


તમે ફરીવાર અમારા પર કરુણા કરશો. તમે અમારાં પાપ તમારા પગ તળે ખૂંદશો અને અમારા સર્વ અપરાધોને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશો.


બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે.


પૂરા વિનાશને માટે શાપિત થયેલી એમાંની કોઈ પણ વસ્તુ તમારે રાખી લેવી નહિ; કારણ, ત્યારે જ તમારા ઈશ્વર પ્રભુના કોપનું શમન થશે અને તે તમારા પર દયા કરશે. તે તમારા પ્રત્યે કરુણાળુ થશે અને તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી વંશવૃધિ કરશે.


“હે પૃથ્વીની સર્વ પ્રજાઓ, પ્રભુના લોકોની પ્રશંસા કરો, કારણ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે; અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું શુધિકરણ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan