Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 83:5 - પવિત્ર બાઇબલ C.L.

5 શત્રુઓ એકમનના થઈ મસલત કરે છે; તેઓ તમારી વિરુદ્ધ એક થવા સંધિ-કરાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓએ એકમતે મસલત કરી છે; તેઓ ભેગા થઈને તમારી વિરુદ્ધ કરાર કરે છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 83:5
19 Iomraidhean Croise  

હવે તેઓ અમને આવો બદલો આપે છે. તમે વારસા તરીકે આપેલા આ દેશમાંથી તેઓ અમને હાંકી કાઢવા માગે છે!


મોર્દખાય યહૂદી છે એવી તેને જાણ થઈ ગઈ હોવાથી માત્ર તેને એકલાને જ મારી નાખીને સંતુષ્ટ થવાને બદલે હામાને તમામ યહૂદીઓને ખતમ કરી નાખવાનું વિચાર્યું. તેણે સામ્રાજ્યમાંથી આખી યહૂદી પ્રજાની ક્તલ ચલાવવાનું કાવતરું ઘડી કાઢયું.


તો અમારા પર શત્રુઓનો ક્રોધ ભભૂકી ઊઠયો ત્યારે તેઓ અમને જીવતા ગળી ગયા હોત.


તેમના રાજાઓ સજ્જ થયા છે; તેમના શાસકો સાથે મળીને પ્રભુ અને તેમના અભિષિક્ત રાજાની વિરુદ્ધ પ્રપંચ કરે છે.


તેમણે પોતાના મનમાં વિચાર્યું, “અમે તેમનું નામનિશાન મિટાવી દઈશું.” તેમણે દેશનાં સર્વ સભાસ્થાનો સળગાવી દીધાં.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


યહૂદિયાના દાવિદવંશી રાજાને સંદેશો મળ્યો કે અરામનું સૈન્ય એફ્રાઈમના સૈન્ય સાથે મળીને તેમના પર ચડી આવ્યું છે, ત્યારે તે તથા તેના લોકો પવનથી કંપતા વૃક્ષની જેમ ભયથી થરથરવા લાગ્યા.


પલિસ્તીઓ અત્યંત વૈરભાવથી વર્ત્યા હતા; જૂની પરંપરાગત અદાલતને લીધે યહૂદિયાનું નિકંદન કાઢી નાંખવા તેમણે કપટી મનથી બદલો લીધો.


ઘણી પ્રજાઓ તમારા પર હુમલો કરવા એકઠી થઈ છે. તેઓ કહે છે, “યરુશાલેમનું નિકંદન કાઢી નાખવું જોઈએ. અમે આ શહેરને ખંડિયેર થઈ ગયેલું જોવા માગીએ છીએ.”


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


એ દશેદશ રાજાઓનો હેતુ એક જ છે અને તેમણે તેમનાં સત્તા અને અધિકાર પેલા પશુને આપ્યાં છે.


પછી મેં પેલા પશુને અને પૃથ્વીના રાજાઓને તેમનાં લશ્કરો લઈને પેલા સફેદ ઘોડા પર સવારી કરનાર સામે અને તેના સૈન્ય સામે યુદ્ધ કરવા એકઠા થયેલા જોયા.


Lean sinn:

Sanasan


Sanasan