Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 83:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેઓ કહે છે, “ચાલો, આપણે તેમને એક પ્રજા તરીકે મિટાવી દઈએ જેથી ઇઝરાયલ પ્રજાના નામનું સ્મરણ સુદ્ધાં ન રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓએ કહ્યું છે, “ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ કે, ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી રહે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ; જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 83:4
14 Iomraidhean Croise  

પોતાના સાથીદારો અને સમરુની સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ દુર્બળ યહૂદીઓ શું કરવા ધારે છે? શું તેઓ ફરીથી આ શહેર બાંધવા માગે છે? બલિદાનો ચડાવવાથી એક દિવસમાં કામ પૂરું થઈ જશે એવું તેઓ માને છે? બળેલા પથ્થરોના ટુકડાઓના ઢગલામાંથી તેઓ બાંધકામના પથ્થરો પેદા કરી શકશે?”


તેમણે પોતાના મનમાં વિચાર્યું, “અમે તેમનું નામનિશાન મિટાવી દઈશું.” તેમણે દેશનાં સર્વ સભાસ્થાનો સળગાવી દીધાં.


માટે આપણે તેમની સાથે ચાલાકીથી વર્તીએ; નહિ તો હજી તેમની વસ્તી વધવાની, અને આપણી સામે લડાઈ ફાટી નીકળે ત્યારે આપણા શત્રુઓ સાથે મળી જઈને તેઓ આપણી સામે લડે અને દેશમાંથી નાસી છૂટે.”


આપણે તેમને મૃત્યુલોક શેઓલની માફક જીવતા જ ગળી જઈએ અને ગર્તામાં જનારની જેમ તેમને આખાને આખા ઉતારી દઈએ;


એ પહેલાં તો હું નિર્દોષ ઘેટાને ક્તલ માટે લઈ જવામાં આવે છે તેના જેવો અજાણ હતો. તેઓ મારી જ વિરુદ્ધ પ્રપંચ રચી રહ્યા છે તેની મને ખબર નહોતી. તેઓ કહેતા હતા, “વૃક્ષ ફૂલ્યુંફાલ્યું છે ત્યારે જ તેને કાપી નાખીએ; આપણે તેને આ જીવતાંની દુનિયામાંથી હણી નાખીએ, કે જેથી કોઈ તેનું નામ યાદ કરે નહિ.”


એ જ પ્રભુ આમ કહે છે: “મેં સ્થાપેલો આ કુદરતી ક્રમ જારી રહે ત્યાં સુધી ઇઝરાયલી લોકનું એક પ્રજા તરીકેનું અસ્તિત્વ મારી સમક્ષ ચાલુ રહેશે. હું પ્રભુ આ બોલું છું.”


મોઆબનું ગૌરવ ચાલ્યું ગયું છે. હેશ્બોન નગરમાં શત્રુઓ તેના પતનનું કાવતરું ઘડે છે: ‘ચાલો, એ આખી પ્રજાનું નિકંદન કાઢી નાખીએ’ હે માદમેન નગર, તને સૂમસામ બનાવી દેવાશે! તારામાં ભયંકર ક્તલેઆમ થશે.


પ્રભુ પરમેશ્વર ગોગને આ પ્રમાણે કહે છે: “તે સમયે તું તારા મનમાં વિચારીને એક દુષ્ટ યોજના ઘડી કાઢશે.


તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે.


પણ આ વાત લોકોમાં વધુ પ્રસરે નહિ માટે આપણે આ માણસોને ઈસુને નામે ઉપદેશ ન કરવા ચેતવીએ.”


તે સૌએ એકત્ર થઈને યહોશુઆ અને ઇઝરાયલીઓ સામે યુદ્ધ કરવા પોતાનાં લશ્કરો સાબદાં કર્યાં:


Lean sinn:

Sanasan


Sanasan