Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 83:2 - પવિત્ર બાઇબલ C.L.

2 જુઓ, તમારા શત્રુઓએ બંડ મચાવ્યું છે, અને તમારા દ્વેષીઓએ વિદ્રોહમાં માથાં ઉઠાવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તમારા શત્રુઓ હુલ્લડ કરે છે; અને તમારા દ્વેષીઓએ માથું ઊંચું કર્યું છે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે. અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 83:2
22 Iomraidhean Croise  

મને તારી ઉદ્ધતાઈની અને તારા અભિમાનની ખબર મળી છે, અને હવે હું તારા નાકમાં કડી અને તારા મુખમાં ગલ નાખીને તું જે રસ્તેથી આવ્યો તે જ રસ્તે તને પરત મોકલી દઈશ.”


હે મારી સ્તુતિના ઈશ્વર, તમે મૌન ન રહેશો.


તમારા વૈરીઓના શોરબકોરને તથા તમારા વિરોધીઓના સતત ચાલતા ઘોંઘાટને વીસરી જશો નહિ.


તમારા સભાસ્થાનમાં વૈરીઓએ વિજયની ગર્જનાઓ કરી છે; તેમણે ત્યાં પોતાની વિજયપતાકાઓ ઊભી કરી છે.


પ્રભુના દ્વેષકો તેમની આગળ દયથી નમી પડશે, અને તેમને કાયમની સજા થશે.


હે પ્રભુ, સમુદ્રના પ્રવાહો મોટે અવાજે ગર્જે છે. સમુદ્રના પ્રવાહો ભયાનક મોજાં ઉછાળે છે.


ઊછળતા સાગરના ઘુઘવાટની જેમ ઘણી પ્રજાઓનો ઘુઘવાટ સંભળાય છે. લોકોનો ઘોઘાંટ મહાસાગરની ગર્જના સમો છે.


તેં કોની નિંદા કરી છે અને કોનું અપમાન કર્યું છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે? કોની સામે તેં મગરૂરીથી જોયું છે? અલબત્ત, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધ જ!


એ રોષને લીધે તારી તુમાખીની મને જાણ થઈ છે. તેથી હું તારા નાકમાં કડી ભરાવીને અને તારા મોંમાં લગામ ઘાલીને તું જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે હું તને પાછો મોકલી દઈશ.”


તેઓ તારી સાથે લડાઈ કરશે પણ તને હરાવી શકશે નહીં, કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે હોઈશ” હું પ્રભુ એ પોતે બોલ્યો છું.


પિલાતે જોયું કે રાહ જોવાથી કશો ફાયદો થવાનો નથી, પણ કદાચ હુલ્લડ ફાટી નીકળે. આથી તેણે પાણી લીધું અને પોતાના હાથ ટોળાંની સમક્ષ ધોઈ નાખતાં કહ્યું, આ માણસના મોતને માટે હું જવાબદાર નથી! તમારું પાપ તમારે માથે.


લોકોના ટોળાએ તેમની વિરુદ્ધના હુમલામાં સાથ આપ્યો; અધિકારીઓએ પાઉલ અને સિલાસનાં વસ્ત્ર ઉતારી નાખ્યાં અને તેમને ફટકા મારવાનો હુકમ કર્યો.


પણ યહૂદીઓને અદેખાઈ આવી. તેમણે શેરીઓના ગુડાંઓનો સાથ લઈને આખા શહેરમાં ધાંધલ મચાવ્યું અને પાઉલ તથા સિલાસને શોધીને લોકો સમક્ષ લાવવાના પ્રયાસરૂપે યાસોનના ઘર પર હુમલો કર્યો.


આખા શહેરમાં ધાંધલ મચી ગયું. બધા લોકો દોડી આવ્યા અને પાઉલને મંદિરની બહાર ઢસડી ગયા. તરત જ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા.


પાઉલ આટલું બોલ્યો ત્યાં સુધી લોકોએ તેનું સાંભળ્યું; પણ પછી તેઓ જોરથી બૂમો પાડવા લાગ્યા, “તેને ખતમ કરો! તે જીવવા માટે લાયક નથી!”


ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે અફસરને લાગ્યું કે તેઓ પાઉલના ટુકડેટુકડા કરી નાખશે. તેથી તેણે પોતાના સૈનિકોને ટોળામાં જઈને પાઉલને ઉઠાવીને કિલ્લામાં લઈ આવવા હુકમ કર્યો.


આમ, મિદ્યાનીઓ ઇઝરાયલીઓને તાબે થયા અને ફરી તેમણે માથું ઊંચકાયું નહિ. ગિદિયોન મરણ પામ્યો ત્યાં સુધી દેશમાં ચાલીસ વર્ષ શાંતિ રહી.


Lean sinn:

Sanasan


Sanasan