Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 83:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હે મારા ઈશ્વર, તેમને વંટોળની ધૂળની જેમ વેરવિખેર કરી નાખો, તેમને પવનથી ઊડતા તણખલા જેવા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા; અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 83:13
15 Iomraidhean Croise  

હું તો ધ્રૂજતા પાંદડાં જેવો છું; મને કેમ હેરાન કેમ કરો છો? હું તો સૂકા તણખલા સમાન છું; તમે મારી પાછળ કેમ પડયા છો?


શું તેઓ પવનમાં ઘસડાઈ જતા તણખલા સમાન, અને વંટોળમાં ઊડી જતા ફોતરા જેવા નથી?


મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? શું તમે મારાથી એટલા દૂર છો કે તમે મારો પોકાર અને આર્તનાદ સાંભળતા નથી?


તેઓ પવનમાં ઊડી જતા તણખલા જેવા થાઓ, અને પ્રભુનો દૂત તેમને હાંકી કાઢો.


હે ઈશ્વર, એકલા તમે જ અમારા રાજા છો, અને તમે જ યાકોબના વંશજોને વિજય અપાવો છો.


ભવ્ય વિજયમાં તમે તમારા શત્રુઓને પાયમાલ કરી નાખો છો; તમારો કોપ ભભૂકી ઊઠે છે અને તેઓ ભૂસાની જેમ ભસ્મ થઈ જાય છે.


હજી તો તે હમણા જ રોપાયા છે, હમણા જ વવાયા છે; હજી તો તેમનાં મૂળ જમીનમાં બાઝયાં ન બાઝયાં ત્યાં તો પ્રભુ તેમના પર સપાટો લગાવે છે. એટલે તેઓ ચિમળાઈ જાય છે અને તોફાનમાં તરણાની જેમ ઊડી જાય છે.


કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે.


પ્રભુ કહે છે, “હે યરુશાલેમ, જેમ અનાજનું ભૂસું રણના પવનથી ઊડી જાય તેમ હું તારા લોકને વેરવિખેર કરી નાખીશ.


જો કે હું પ્રભુ યહૂદા અને ઇઝરાયલનો ઈશ્વર છું, તોપણ તેઓ તેમના પ્રદેશ સહિત તારાં છે અને તું તેમના પર કબજો જમાવશે એવું તું બોલ્યો હતો.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ઇઝરાયલના શત્રુએ તમારે વિશે કહ્યું છે કે, ‘અરે, આ પ્રાચીન પર્વતો હવે અમારી માલિકીના છે!’ ”


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan