Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 82:3 - પવિત્ર બાઇબલ C.L.

3 એને બદલે, નિર્બળોને તથા અનાથોને ન્યાય અપાવો; પીડિતો તથા કંગાલજનોના હક્કાનું સમર્થન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અબળ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત તથા લાચારને ઇનસાફ આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “તમે અબળ અને અનાથને ન્યાય કરો, દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 82:3
16 Iomraidhean Croise  

કારણ, મેં રડતા ગરીબોને ઉગાર્યા હતા, અને અનાથ નિરાશ્રિતોને હું સહાય કરતો.


નગરપંચમાં મારી વગને લીધે જો મેં અનાથ વિરુદ્ધ હાથ ઉગામ્યો હોય;


તમે શોષિતો અને અનાથોનો આર્તનાદ સાંભળીને તેમના પક્ષમાં ન્યાય તોળશો; જેથી મર્ત્ય માણસો હવે પછી જુલમ ગુજારે નહિ.


અદાલતમાં ગરીબ માણસના કેસમાં તમારે પક્ષપાત કરવો નહિ.


“ગરીબ માણસ અદાલતમાં હાજર થાય ત્યારે તેને અન્યાય થવા દેશો નહિ.


તારું મુખ ઉઘાડીને પોકાર અને તેમને ન્યાય અપાવ, અને ગરીબ તથા જુલમપીડિતોની રક્ષા કર.


અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”


તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


તે ગરીબ અને જુલમપીડિતોનો પક્ષ લેતો હતો. મારી સાથે આત્મીયતા હોવાનો અર્થ એ જ છે. હું પ્રભુ આ કહું છું.


પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ.


તેઓ જાડા અને ષ્ટપુષ્ટ બન્યા છે. વળી, તેમના ભ્રષ્ટાચારની કોઈ હદ નથી. તેઓ અનાથોને તેમનો હક્ક આપતા નથી અને છતાં આબાદ થાય છે; તેઓ જુલમપીડિતોના દાવાનો યોગ્ય ન્યાય આપતા નથી.


“વર્ષો પૂર્વે મેં મારા લોકોને આવી આજ્ઞાઓ આપી હતી: ‘બરાબર ન્યાય થાય તેની ચોક્સાઈ રાખો. એકબીજા પ્રત્યે મમતા અને દયા દાખવો.


તે કદી પક્ષપાત કરતા નથી કે લાંચ લેતા નથી; વળી, તે અનાથ અને વિધવાના હક્કની હિમાયત કરે છે અને પરદેશી પર પ્રેમ રાખીને તેમને અન્‍નવસ્ત્ર પૂરાં પાડે છે.


“પરદેશી અથવા અનાથોને ન્યાયથી વંચિત રાખવા નહિ, વિધવાનું વસ્ત્ર ગીરે લેવું નહિ.


અનાથ અને વિધવાઓની તેમનાં દુ:ખોમાં કાળજી લો અને આ દુનિયાની અશુદ્ધતાથી પોતાની જાતને દૂર રાખો. ઈશ્વરપિતા આવા જ ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે.


Lean sinn:

Sanasan


Sanasan