Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 8:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે! તમારા ગૌરવની પ્રશંસા આકાશો સુધી પહોંચે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે. અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 8:1
27 Iomraidhean Croise  

“પણ હે ઈશ્વર, શું તમે પૃથ્વી પર સાચેસાચ નિવાસ કરી શકો? બધાં આકાશો પણ તમારો સમાવેશ કરી શકે તેમ નથી, તો પછી મેં બાંધેલા આ મંદિરમાં તમારો કેવી રીતે સમાવેશ થાય?


હે મારા ઈશ્વર, મારા રાજા, હું લોકોમાં તમારી મહાનતા જાહેર કરીશ. હું સદાસર્વદા તમારા નામને ધન્ય કહીશ.


એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે.


હે પ્રભુ, તમારો પ્રેમ આકાશો સુધી પ્રસરેલો છે, અને તમારું વિશ્વાસુપણું વાદળાંને આંબે છે.


હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્‍નત મનાઓ, અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો.


હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે.


ઈશ્વરનું સ્તવન કરો; તેમના નામની સ્તુતિ ગાઓ; વાદળો પર સવારી કરનાર ઈશ્વરને માટે માર્ગ તૈયાર કરો; તેમનું નામ યાહ છે, તેમની સંમુખ ઉલ્લાસ કરો.


હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે!


આપણા સંરક્ષક ઈશ્વરનો જય જયકાર ગાઓ; યાકોબના ઈશ્વર આગળ હર્ષનાદ કરો.


હે સેનાધિપતિ પ્રભુ, તમારું નિવાસસ્થાન કેવું રમણીય છે.


હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્‍ભુત કાર્યો કરનાર બીજો કોણ છે?


તેનું મુખ ચુંબન કરવા જેવું મીઠું છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, એવું મારા પ્રીતમનું, મારા મિત્રનું સ્વરૂપ છે.


હે યાહવે, અમારા ઈશ્વર, અમારા પર બીજાઓએ રાજ કર્યું છે. પણ અમે તો માત્ર તમારા જ નામનું સન્માન કરીએ છીએ.


ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


જો દાવિદ પોતે તેને ’પ્રભુ’ કહે છે તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?


થોમા બોલી ઊઠયો, “ઓ મારા પ્રભુ અને મારા ઈશ્વર!”


તેથી જે નીચે ઊતરી આવ્યા તે જ ઉપરના આકાશમાં, અને એથી પણ ઊંચે ગયા છે, જેથી તે સર્વને પરિપૂર્ણ કરે.


“જો તમે તમારા ઈશ્વર યાહવેના ગૌરવી અને ભયાવહ નામનું સન્માન કરવા માટે આ પુસ્તકમાં લખેલા સર્વ નિયમોનું કાળજીપૂર્વક પાલન નહિ કરો;


ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેના જ્ઞાનના મૂલ્યને લીધે હું માત્ર એટલી જ બાબતો નહિ, પણ સર્વ બાબતોને નુક્સાનકારક ગણું છું. તેમને લીધે મેં બધી બાબતોને બાજુ પર ફેંકી દીધી છે. હું ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું માટે તે સર્વને કચરો ગણું છું.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


એ પછી મોટા જનસમુદાયના કોલાહલ જેવો, અને પ્રચંડ ધોધના ગડગડાટ જેવો અને મેઘના કડાકા જેવો અવાજ મેં સાંભળ્યો. તેઓ પોકારતા હતા. “હાલ્લેલુયા! આપણા ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, રાજ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan