Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 78:71 - પવિત્ર બાઇબલ C.L.

71 તે દૂઝણી ઘેટીઓની કાળજી લેતો હતો ત્યાંથી લઈને તેને પોતાના લોક યાકોબના વંશજોનો ઘેટાંપાલક, એટલે પોતાના વારસ ઇઝરાયલના રાજપાલક તરીકે નીમ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

71 દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો ત્યાંથી તેમના લોક યાકૂબ [નાં સંતાન] નું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

71 દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો, યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 78:71
19 Iomraidhean Croise  

પણ યાકોબે કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો કે બાળકો કુમળાં છે અને મારી પાસે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. જો તેમને એક દિવસ પણ વધારે ઝડપથી હાંકીએ તો બધાં જાનવર મરી જાય.


હું તો ઇઝરાયલના સૌથી શાંતિપ્રિય અને વફાદાર નગરની છું. ઇઝરાયલની આ માતૃસમાન નગરીનો તમે શા માટે નાશ કરવા લાગ્યા છો? તમે તો ખુદ પ્રભુના વારસાનો જ વિનાશ કરવા બેઠા છો.”


લોકોને મારી નાખતા દૂતને દાવિદે જોયો અને પ્રભુને કહ્યું, “હું દોષિત છું. ભૂંડુ તો મેં કર્યું છે. આ બિચારા ઘેટાં સમાન લોકોએ શું કર્યું છે? તમારે તો મને અને મારા કુટુંબને શિક્ષા કરવી જોઈએ.”


ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે હું સેનાધિપતિ પ્રભુ તને કહું છું; ‘ઘાસનાં મેદાનમાં તું ઘેટાં પાછળ રઝળતો હતો ત્યાંથી મેં તને ઉઠાવીને મારા ઇઝરાયલી લોકો પર આગેવાન બનાવ્યો છે.


ભૂતકાળમાં શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ યુદ્ધની અવરજવરમાં તું જ અમારો અગ્રેસર હતો. તારા ઈશ્વર પ્રભુએ તને વચન આપ્યું હતું કે તું તેમના લોકોનો પાલક અને અધિપતિ બનશે.”


હે પ્રભુ, તમારા લોકોને ઉગારો, અને તમારા વારસાને આશિષ આપો; તમે તેમનું પાલન કરો અને સાચવો.


તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.


’હે યહૂદિયાના બેથલેહેમ, યહૂદિયાના રાજ્યમાં તું કંઈ નાનું નથી. કારણ, તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા ઇઝરાયલી લોકોનો માર્ગદર્શક બનશે’.


મારી વિનંતી છે કે ઈશ્વરે તમને સોંપેલા ટોળાના ઘેટાંપાળક બનો અને ફરજ પડયાથી નહિ, પણ રાજીખુશીથી ઈશ્વરની ઇચ્છા મુજબ તેની સંભાળ રાખો. માત્ર સ્વાર્થ માટે નહિ, પણ સેવા કરવાની સાચી ભાવનાથી તમારું કાર્ય કરો.


પછી શમુએલે તેની શીશી લઈને શાઉલના માથા પર તેલ રેડયું અને તેને ચુંબન કરતાં કહ્યું, “પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકો પર રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તું પ્રભુના લોક પર રાજ કરીશ અને તેમને તેમના સર્વ શત્રુઓથી બચાવીશ. ઈશ્વરે પોતાના લોકો પર તને રાજા તરીકે પસંદ કર્યો છે તેનો આ પુરાવો છે.


Lean sinn:

Sanasan


Sanasan