Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 78:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુએ ઇઝરાયલના લોકોને આજ્ઞાઓ આપી, અને યાકોબના વંશજો માટે નિયમ ઠરાવ્યો; તેમણે આપણા પૂર્વજોને એ નિયમ તેમનાં બાળકોને શીખવવાની આજ્ઞા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે તેમણે યાકૂબમાં સાક્ષી સ્થાપી, અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો, તે વિષે તેમણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 કારણકે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને તેણે ઇસ્રાએલને નિયમ આપ્યો, તેમણે આપણા પૂર્વજોને આદેશ આપ્યો કે તેમણે તેમના બાળકોને આ બાબતમાં કહેવું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 78:5
21 Iomraidhean Croise  

કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”


દીર્ઘ સમયથી તમારાં સાક્ષ્યવચનો વિષે જાણ્યું છે કે, તમે તેમને સર્વકાળને માટે સ્થાપ્યાં છે.


તે યાકોબના વંશજોને પોતાનું શિક્ષણ, એટલે ઇઝરાયલ લોકને પોતાનાં ફરમાનો અને ચુકાદાઓ પ્રગટ કરે છે.


પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે.


જ્યારે ઈશ્વર ઇજિપ્તની સામે પડયા ત્યારે તેમણે યોસેફના કુળને એ આજ્ઞા આપી. મેં એક વાણી સાંભળી જે હું સમજી શક્યો નહિ.


ત્યારે તમારે તેમને આવો જવાબ આપવો: આ તો પ્રભુના સન્માનાર્થે પાસ્ખાનું બલિદાન છે; કારણ, તેમણે ઇજિપ્તીઓનો સંહાર કર્યો ત્યારે તેમણે આપણાં ઘરો પાસેથી પસાર થઈને આપણને બચાવી લીધા.” ત્યારે લોકોએ માથાં નમાવીને આરાધના કરી.


પછી હું તને આજ્ઞા લખેલી જે બે શિલાપાટીઓ આપું તે સાક્ષ્યલેખની પાટીઓ કરારપેટીમાં મૂકવી.


સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ કરારપેટીમાં મૂકીને તેના પર દયાસન અર્થાત્ ઢાંકણ ઢાંકી દેવું.


પછી તેણે સાક્ષ્યલેખની બન્‍ને શિલાપાટીઓ લઈને કરારપેટીમાં મૂકી. તેના દાંડાઓ તેના કડાંઓમાં પરોવ્યા અને કરારપેટી પર તેનું ઢાંકણ ઢાંકયું.


તે મંડપમાં સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી મૂકજે અને તેને પડદાથી ઢાંકી દેજે. મેજ લાવીને તેના પર તેનાં સર્વ સાધનો ગોઠવજે.


આજે જેમ હું કરું છું તેમ માત્ર જીવતા માણસો જ તમારી સ્તુતિ કરી શકે છે અને પિતાઓ પોતાનાં સંતાનોને તમારા વિશ્વાસુપણા સંબંધી જણાવે છે.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


ખરેખર, દરેક રીતે ઘણો બધો લાભ છે. પ્રથમ તો, ઈશ્વરે પોતાના સંદેશાની સોંપણી યહૂદીઓને કરી. તેમનામાંના કેટલાક અવિશ્વાસુ નીવડયા તેથી શું?


પિતાઓ, તમારાં બાળકો ખીજવાઈ જાય એવી રીતે ન વર્તો, એના કરતાં તેમને પ્રભુનાં શિસ્ત અને શિક્ષણમાં ઉછેરો.


તમારાં સંતાનોને તે ખંતથી શીખવો; તમે ઘરમાં બેઠા હો કે મુસાફરીએ હો; આરામ લેતા હો કે કામ કરતા હો, પણ તમે હંમેશા તેમનું રટણ કરો.


એ રીતે તેમના વંશજો જેમણે પ્રભુના નિયમો સાંભળ્યા નથી તેઓ પણ તે વિષે સાંભળે અને જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં તમે અને તેઓ વાસ કરો ત્યાં સુધી પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખતાં શીખો.”


ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ આજ્ઞાઓ મેં આજે સાક્ષી રૂપે આપી છે તે પર તમારું ચિત્ત લગાડો અને તમારા બાળકો આગળ એ દોહરાવજો, જેથી તેઓ વિશ્વાસુપણે ઈશ્વરના સર્વ શિક્ષણનું પાલન કરે.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યાર પછી મોશેએ તેમને આ સાક્ષ્યવચનો, ધારાધોરણો અને આજ્ઞાઓ કહી સંભળાવ્યા.


તમે તમારાં સંતાનોને તે ખંતથી શીખવો, અને જ્યારે તમે ઘેર હો કે મુસાફરીએ હો; જ્યારે તમે આરામ લેતા હો કે કામ કરતા હો ત્યારે તેમનું હરહંમેશ રટણ કરો.


Lean sinn:

Sanasan


Sanasan