Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 78:21 - પવિત્ર બાઇબલ C.L.

21 આ સાંભળીને પ્રભુ અતિ ક્રોધિત થયા; યાકોબના વંશજો વિરુદ્ધ અગ્નિ ભડકી ઊઠયો, એટલે, ઇઝરાયલના લોક વિરુદ્ધ તેમનો કોપ ભભૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 એ સાંભળીને યહોવા કોપાયમાન થયા; યાકોબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠયો; ઇઝરાયલ પર તેમનો ક્રોધ ભભૂક્યો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા; તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા, તેઓ ઇસ્રાએલ પર ભારે કોપાયમાન થયા અને યાકૂબ પર બહુ જ ગુસ્સે થયા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 78:21
9 Iomraidhean Croise  

એવામાં જ ઈશ્વરનો કોપ તેમના પર ભભૂકી ઊઠયો, અને તેમણે સૌથી અલમસ્ત પુરુષોને મારી નાખ્યા અને ઇઝરાયલના સર્વોત્તમ યુવાનોને ઢાળી દીધા.


તેમણે તેમની વિરુદ્ધ બળવો કર્યો અને તેમના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો. તેથી પ્રભુ પોતે જ તેમના દુશ્મન બનીને તેમની જ વિરુદ્ધ લડયા.


મોશેએ લોકોને પોતપોતાના તંબૂના બારણા આગળ એકત્ર થઈ રડતાં રડતાં કચકચ કરતા સાંભળ્યા. પ્રભુનો કોપ સળગી ઊઠયો અને મોશે ખૂબ દુ:ખી થઈ ગયો.


આ બધી બાબતો બીજાઓને ઉદાહરણરૂપ થવા માટે બની અને આપણે જેઓ યુગોના અંતિમ દિવસોમાં જીવીએ છીએ તેમને ચેતવણી મળે માટે લખવામાં આવી છે.


આ બધું બન્યા છતાં તેમનામાંના મોટા ભાગના લોકોની સાથે ઈશ્વર પ્રસન્‍ન ન હતા. આથી તેમનાં શબ રણપ્રદેશમાં જુદી જુદી જગ્યાએ પડયાં.


મારો કોપ અગ્નિ માફક ભભૂકે છે; અને મૃત્યુલોક શેઓલના તળિયા સુધી બધું ખાક કરે છે, પૃથ્વી અને તેની પેદાશને ભરખી જાય છે અને પર્વતોના પાયાઓને પણ સળગાવી મારે છે.


કારણ, આપણા ઈશ્વર તો ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.


જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું.


Lean sinn:

Sanasan


Sanasan