Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 77:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તમે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો; તમે મહાજળ પસાર કર્યું, પરંતુ તમારાં પગલાં જોઈ શક્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તમારો માર્ગ સમુદ્રમાં હતો; તમારી વાટો મહાજળમાં હતી; તમારાં પગલાં જાણવામાં આવ્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તમારો માર્ગ તો સમુદ્રમાં અને તમારી વાટો મહાજળમાં હતી, પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં; તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 77:19
13 Iomraidhean Croise  

ત્યારે પૃથ્વી કાંપી અને તેને આંચકો લાગ્યો, આકાશના પાયા ડોલી ઊઠયા અને ધ્રૂજવા લાગ્યા; કારણ, ઈશ્વર કોપાયમાન થયા હતા.


તમે તમારા લોક માટે સમુદ્રમાં રસ્તો બનાવ્યો અને તેમને કોરી ભૂમિ પર પાર પહોંચાડયા. તોફાની સાગરમાં પથરો ડૂબી જાય તેમ તેમનો પીછો કરનાર શત્રુઓને તમે ઊંડા પાણીમાં ડૂબાવી દીધા.


પછી તે મારે માટે ઠરાવેલો ચુકાદો જાહેર કરશે; એમના મનમાં તો એવી ઘણી બાબતો સંઘરેલી હશે.


ઈશ્વરના ગગનમંડળમાં વાદળોનું પ્રસારણ અને તેમાંની મેઘગર્જના કેવી રીતે થાય છે તે કોણ સમજી શકે?


તે પૃથ્વી પર કરડી નજર કરે ત્યારે તે કાંપી ઊઠે છે. તે પર્વતોને અડકે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.


પ્રભુ જળપ્રલય પર સત્તા ચલાવે છે. પ્રભુ સદાસર્વદા રાજા તરીકે બિરાજમાન છે:


ઘનઘોર વાદળો અને ગાઢ અંધકાર પ્રભુની આસપાસ છે; નેકી તથા ઇન્સાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


તેમની વીજળીઓના ઝબકારાથી સૃષ્ટિ પ્રકાશિત બને છે, અને તે જોઈને પૃથ્વી કાંપે છે.


પાણી પાછાં આવીને રથો, તેના સવારો તથા સમુદ્રમાં ઇઝરાયલીઓ પાછળ પડેલા ઇજિપ્તીઓના સમગ્ર સૈન્ય પર ફરી વળ્યાં; તેમનામાંથી એકપણ બચ્યો નહિ.


આખો સિનાઈ પર્વત ધુમાડાથી છવાઈ ગયો. કારણ, પ્રભુ પર્વત પર અગ્નિ દ્વારા ઊતર્યા હતા. તે ધૂમાડો ભઠ્ઠીના ધૂમાડાની જેમ ઉપર ચડતો હતો. આખો પર્વત કંપી ઊઠયો.


ઘોડેસવાર થઈ તમે સમુદ્રને ખૂંદી વળ્યા, ત્યારે તેનાં ઊછળતાં પાણી ફીણ ફીણ થઈ ગયાં.


અરે, ઈશ્વરનાં જ્ઞાન અને પ્રજ્ઞાની સંપત્તિ કેવી અગાધ છે! તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે? તેમના માર્ગોને કોણ સમજી શકે?


Lean sinn:

Sanasan


Sanasan