Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 77:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તમારી ગર્જનાનો કડાકો વાવંટોળમાં હતો; વીજળીના ઝબકારાઓએ પૃથ્વીને પ્રકાશિત કરી; પૃથ્વી કાંપી અને ડોલી ઊઠી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા ડોલી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો; વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ. અને પૃથ્વી કંપી તથા ડોલી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 77:18
18 Iomraidhean Croise  

પછી પ્રભુએ આકાશમાંથી ગર્જના કરી, અને સર્વોચ્ચ ઈશ્વરે હુંકાર કર્યો.


ત્યારે પૃથ્વી કાંપી અને તેને આંચકો લાગ્યો, આકાશના પાયા ડોલી ઊઠયા અને ધ્રૂજવા લાગ્યા; કારણ, ઈશ્વર કોપાયમાન થયા હતા.


પણ તમે પાણીને ધમકાવ્યાં, એટલે તે નાસી ગયાં; તમારી ગર્જનાથી તે પલાયન થઈ ગયાં.


તેમણે બાણ મારીને તેમના દુશ્મનોને વિખેરી નાખ્યા; વીજળી ફેંકીને તેમને નસાડી મૂક્યા.


હે પ્રભુ, તમારી ગર્જનાથી અને તમારી નાસિકાના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં અને પૃથ્વીના પાયા ખુલ્લા થઈ ગયા.


ત્યારે ધરતી ધ્રૂજી અને કાંપી, પર્વતોના પાયા ડગમગ્યા તથા ખસી ગયા. કારણ, ઈશ્વર કોપાયમાન થયા.


તેમની વીજળીઓના ઝબકારાથી સૃષ્ટિ પ્રકાશિત બને છે, અને તે જોઈને પૃથ્વી કાંપે છે.


ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા.


આખો સિનાઈ પર્વત ધુમાડાથી છવાઈ ગયો. કારણ, પ્રભુ પર્વત પર અગ્નિ દ્વારા ઊતર્યા હતા. તે ધૂમાડો ભઠ્ઠીના ધૂમાડાની જેમ ઉપર ચડતો હતો. આખો પર્વત કંપી ઊઠયો.


તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે. તેમના હાથમાંથી કિરણો ફૂટે છે. તેમનું સામર્થ્ય ત્યાં જ છુપાયેલું છે.


ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા;


એકાએક મોટો ધરતીકંપ થયો. આકાશમાંથી પ્રભુનો દૂત આવ્યો અને પથ્થર ખસેડીને તેના પર બેસી ગયો.


પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.


એ પછી મેં બીજા એક દૂતને સ્વર્ગમાંથી નીચે આવતો જોયો. તેને વિશાળ સત્તા આપવામાં આવી હતી અને તેના તેજથી આખી પૃથ્વી ઝળહળી ઊઠી.


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


હે પ્રભુ, તમે જ્યારે સેઈરના પર્વતોમાંથી આવ્યા, અને જ્યારે અદોમના પ્રદેશમાંથી નીકળી આવ્યા, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી વરસાદ તૂટી પડયો; વાદળાંમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.


Lean sinn:

Sanasan


Sanasan