Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 76:8 - પવિત્ર બાઇબલ C.L.

8-9 તમે સ્વર્ગમાંથી તમારો ન્યાયચુકાદો સંભળાવ્યો અને તમારા ઇન્સાફનો અમલ કરવા તથા પૃથ્વીના સર્વ પીડિતોને ઉગારવા તમે ઊઠયા, ત્યારે પૃથ્વી ભયથી સ્તબ્ધ બની ગઈ. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમે આકાશમાંથી તમારો નિર્ણય સંભળાવી દીધો છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 76:8
16 Iomraidhean Croise  

“આ પુસ્તકના શિક્ષણ સંબંધી મારે માટે અને યહૂદિયાના સર્વ લોકો માટે પ્રભુને પૂછો. આપણા પૂર્વજો આ પુસ્તકમાં જે લખ્યું છે તે પ્રમાણે વર્ત્યા નથી અને તેથી પ્રભુ આપણા પર કોપાયમાન થયા છે.”


પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; અન્ય દેવોની તુલનામાં માત્ર તે જ આરાધ્ય છે.


આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજો! પૃથ્વી તેના સ્થાનમાં એવી રીતે સ્થિર કરાયેલી છે કે તેને હલાવી શકાય નહિ.


“હે આકાશના ઈશ્વર યાહવે, તમે મહાન અને આદરણીય છો. તમારા પર પ્રેમ રાખનારાઓ અને તમારી આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે તમે વિશ્વાસુ રહીને તમારા કરારનું વચન પાળો છો.


“ઈશ્વર સર્વશક્તિમાન છે, સૌ તેમનો આદરયુક્ત ભય રાખે; તે પોતાનાં સર્વોચ્ચ સ્થાનોમાં શાંતિ પ્રવર્તાવે છે.


ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”


“લોકો પાસે જઈને તેમને કહે કે તેઓ આજે અને કાલે પોતાને ભક્તિ માટે શુદ્ધ કરે. વળી, તેઓ પોતાનાં વસ્ત્ર ધૂએ


પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી.


જેમ કોઈ સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ એવા ઘાસના મેદાનમાં આવી ચડે તેમ હું ધસી આવીશ અને તેમને તેમના પ્રદેશમાંથી અચાનક હાંકી કાઢીશ અને મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોઈ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે?


તે રોષે ભરાય ત્યારે કોણ બચી શકે? તે પોતાનો જ્વાળામય રોષ ઠાલવે છે, તેમની સમક્ષ ખડકોના ચૂરેચૂરા બોલી જાય છે.


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!


પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે.


આકાશમાંથી તારાઓ લડયા, હા, પોતાની કક્ષામાં ધૂમતા તારાઓ સીસરા વિરુદ્ધ લડયા.


Lean sinn:

Sanasan


Sanasan