Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 74:9 - પવિત્ર બાઇબલ C.L.

9 અમે કોઈ પવિત્ર પ્રતીકો જોતા નથી. ઈશ્વરનો કોઈ સંદેશવાહક રહ્યો નથી, અને આ બધું ક્યાં સુધી ચાલશે તે કહેનાર કોઈ દષ્ટા નથી

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અમારા ચિહ્નનો અમારી દષ્ટિએ પડતાં નથી; પ્રબોધક કોઈ રહ્યો જ નથી; [આવું] ક્યાં સુધી [ચાલશે] , તે જાણનાર અમારામાં કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અમે ઈશ્વર તરફથી એક પણ ચમત્કાર કે ચિહ્નો જોઈ શકતા નથી; ત્યાં કોઈ પ્રબોધક નથી અને આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી, નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે? કોણ કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 74:9
11 Iomraidhean Croise  

તમે જે ઘરમાં રહો છો તેના બારણા પરનું રક્ત તમારા હક્કમાં નિશાનીરૂપ બનશે. હું ઇજિપ્તીઓને સજા કરીશ ત્યારે એ રક્ત જોઈને હું તમારી પાસેથી પસાર થઈ આગળ ચાલ્યો જઈશ, એટલે તમારે જીવલેણ પ્રહારના ભોગ બનવું નહિ પડે.


દરવાજાઓ જમીનદોસ્ત થયા છે અને એમના લાકડાના દાંડાઓના ટુકડેટુકડા થઈ ગયા છે. રાજા અને અધિકારીઓ બંદીવાસમાં લઈ જવાયા છે. હવે ત્યાં નિયમશાસ્ત્રનું શિક્ષણ અપાતું નથી અને સંદેશવાહકોને પ્રભુ તરફથી સંદર્શન થતાં નથી.


મેં તેમને અમારી વચ્ચેના કરારના ચિહ્ન તરીકે સાબ્બાથદિન પાળવાનું જણાવ્યું, જેથી તેમને યાદ રહે કે મેં પ્રભુએ તેમને મારે માટે અલગ કર્યા છે.


વિપત્તિ પર વિપત્તિ આવી પડશે અને અફવા પર અફવા ચાલશે. તેઓ સંદેશવાહક પાસેથી સંદર્શન શોધશે; પરંતુ યજ્ઞકારો પાસેથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો અને વડીલો પાસેથી સલાહશક્તિનો લોપ થશે.


પ્રભુ પરમેશ્વર કહે છે, “એવો સમય આવે છે જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ. લોકો ભૂખ્યા હશે પણ ખોરાક માટે નહિ, તેઓ તરસ્યા હશે પણ પાણી માટે નહિ. તેઓ તો પ્રભુના સંદેશા માટે ભૂખ્યા-તરસ્યા હશે.


“તમારો દિવસ પૂરો થવા આવ્યો છે. તમારો સૂર્ય આથમી રહ્યો છે. તમે મારા લોકને ગેરમાર્ગે દોર્યા છે એટલે તમને હવે સંદેશવાહક તરીકે કંઈ દર્શન થશે નહિ અને તમે કોઈ ભવિષ્યકથન કરી શકશો નહિ.


સંદર્શકો લજ્જિત થશે અને જોશ જોનારાની ફજેતી થશે. તેમણે શરમથી પોતાનું મોં સંતાડવું પડશે. કારણ, ઈશ્વર તરફથી તેમને કંઈ જવાબ મળશે નહિ.


તે જ સમયે ઈશ્વરે શક્તિશાળી ચિહ્નો, આશ્ર્વર્યકારક કૃત્યો અને ભિન્‍ન ભિન્‍ન પ્રકારના ચમત્કારો દ્વારા તેનું સમર્થન પણ કર્યું. વળી, પોતાની ઇચ્છા પ્રમાણે તેમણે પવિત્ર આત્માની બક્ષિસો પણ આપી.


ગિદિયોને જવાબ આપ્યો, “જો તમે મારા પર પ્રસન્‍ન થયા હો તો તમે પોતે પ્રભુ છો એની કોઈક સાબિતી આપો.


બાળક શમુએલ એલીની દેખરેખ નીચે પ્રભુની સેવા કરતો હતો. એ દિવસોમાં પ્રભુના સંદેશાઓ દુર્લભ હતા, અને તેમના તરફથી સંદર્શનો ભાગ્યે જ પ્રગટ થતાં.


Lean sinn:

Sanasan


Sanasan