Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 74:21 - પવિત્ર બાઇબલ C.L.

21 જુલમપીડિતોને તમે કચડાવા દેશો નહિ; ગરીબો અને નિરાધારો તમારા નામની સ્તુતિ કરે એવું થવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 દુ:ખીઓને ફજેત કરીને પાછા હઠાવતા નહિ; દીનો તથા દરિદ્રીઓ તમારા નામનું સ્તવન કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 દુ:ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ; દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો. દરિદ્રીઓ અને લાચારોને તમારું સ્તવન કરવાને કારણ આપો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 74:21
9 Iomraidhean Croise  

તેમણે પ્રભુનું ભજન કરતાં સ્તોત્ર ગાયું અને તેમાં આ ટેકનો પુનરોચ્ચાર કર્યો: “પ્રભુ દયાળુ છે, અને ઇઝરાયલ પર તેમનો પ્રેમ સનાતન છે.” મંદિરના પાયા ઉપર કામ ચાલુ થઈ ગયું હોવાથી સૌએ મોટા પોકારસહિત પ્રભુનું ભજન કર્યું.


જુલમનો ભોગ બનેલા સૌનું સમર્થન કરી પ્રભુ તેમને ન્યાય અપાવે છે.


હું પીડિત અને કંગાલ છું. મારું હૃદય વિંધાયું છે.


પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.”


હું મારા પૂરા અંત:કરણથી કહીશ કે, “હે પ્રભુ, તમારા સમાન કોણ છે?” તમે નિર્બળને બળવાનના સકંજામાંથી ઉગારો છો, અને પીડિત તથા કંગાલને તેમને લૂંટનારાના હાથમાંથી છોડાવો છો.


કંગાળોની સદા ઉપેક્ષા કરાશે નહિ. અને પીડિતોની આશા હંમેશા કચડી નંખાશે નહિ.


પણ પ્રભુ સાર્વકાલિક ઉદ્ધારથી ઇઝરાયલનો બચાવ કરશે; સદાસર્વદા તેઓ ક્યારેય લજવાશે કે શરમાશે નહિ.


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


Lean sinn:

Sanasan


Sanasan