Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 73:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી અહંકાર દુષ્ટોના ગળાનો હાર છે અને જુલમ તેમનો પોશાક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે તેઓનો ગર્વ તો ગળાની કંઠી જેવો છે; વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે; તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 73:6
25 Iomraidhean Croise  

ફેરોએ પોતાની રાજમુદ્રિકા કાઢીને યોસેફને પહેરાવી, તેને અળસીરેસાનાં બારીક વસ્ત્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાની સાંકળી પહેરાવી.


ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો.


વસ્ત્રની જેમ તે સતત શાપ માટે ધારણ કરતો હતો; પીધેલા પાણીની જેમ તેના શાપ તેના શરીરની અંદર પ્રવેશો, અને માલિશના તેલની જેમ તેનાં હાડકાં સુધી પહોંચો.


મારા પર આરોપ મૂકનારા કલંકથી ઢંકાઈ જાઓ; પોતાની શરમના આવરણથી તેઓ ઢંકાઈ જાઓ.


એ શિસ્ત તારા શિર પર યશકલગીરૂપ અને એ શિક્ષણ તારા ગળામાં શોભાયમાન હાર સમાન બની રહેશે.


જુલમીની અદેખાઈ કરીશ નહિ, અને તેના વર્તનનું અનુકરણ કરીશ નહિ.


કારણ, દુષ્ટતા જ તેમનો આહાર છે, અને હિંસા તેમને માટે આસવ સમાન છે.


દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.


હે મારી પ્રિયા, મારી નવોઢા, તારી આંખોના અણસારે, અને તારા ગળાની એક કંઠી માત્રથી તેં મારું મન મોહિત કર્યું છે.


લટકણિયાં, કંકણો, ધૂમટા,


મોઆબ દેશે આરંભથી જ સલામતી ભોગવી છે. તે તો ઠરવા મૂકેલા દ્રાક્ષાસવ જેવો છે; જેને એક પાત્રમાંથી બીજામાં રેડવામાં આવ્યો નથી (એટલે કે, તેના લોકો કદી દેશનિકાલ કરાયા નથી.) તેથી તે દ્રાક્ષાસવનો, સ્વાદ જળવાયો છે, અને તેની સુગંધ બદલાઈ નથી.


“મેં તેનું અભિમાન, તેનો અતિશય ઘમંડ, તેની મગરૂરી, તેનો મોટો અહંકાર અને પોતાને વિષેની ઊંચી ધારણા વિષે સાંભળ્યું છે.


મેં તને આભૂષણોથી શણગારી; હાથે બંગડીઓ અને ગળે હાર પહેરાવ્યાં.


તે વખતે તે બોલ્યો, “બેબિલોન કેવું મહાન છે! મારી સત્તા અને સામર્થ્ય તેમ જ મારું ગૌરવ તથા પ્રતાપ પ્રગટ કરવા મેં એને મારા પાટનગર તરીકે બાંધ્યું છે.”


મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,


“પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો.


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


ગિદિયોનને મળેલાં સોનાનાં કુંડળોનું વજન આશરે ઓગણીસ કિલો જેટલું હતું. એમાં આભુષણો, ગળાના હાર, મિદ્યાની રાજાઓનાં જાંબુડી વસ્ત્રો કે ઊંટોની ડોકમાં લટકાવાતા ચંદ્રકોનો સમાવેશ થતો નહોતો.


Lean sinn:

Sanasan


Sanasan