Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 73:3 - પવિત્ર બાઇબલ C.L.

3 કારણ, મેં દુષ્ટ લોકોની આબાદી નિહાળી અને તે ઘમંડી લોકો પર મને ઈર્ષા થઈ આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 કારણ જ્યારે મેં પેલા દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 73:3
14 Iomraidhean Croise  

લૂંટારાઓના તંબૂમાં આબાદી હોય છે; ઈશ્વરને ચીડવનારા અને તેમને પોતાની હથેલીમાં રાખવાનો દાવો કરનારા સલામતીમાં રહે છે.


પ્રામાણિકજનો એ જોઈને આઘાત પામે છે, અને નિર્દોષ લોકો અધર્મીઓ પ્રત્યે ઉશ્કેરાય છે.


શા માટે દુષ્ટો લાંબું જીવે છે, અને વૃદ્ધાવસ્થાએ પહોંચે તેમ શક્તિશાળી બનતા જાય છે?


ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે.


દુષ્ટને પ્રત્યેક કાર્યમાં સફળતા મળે છે; ઈશ્વરનો ઊંચા ધોરણનો ન્યાય તેની સમજની બહાર છે, તે પોતાના શત્રુઓ સામે ધૂરકિયાં કરે છે.


દુષ્ટો ફાવી જાય તેને લીધે તું ખીજવાઈશ નહિ, અને અનીતિ આચરનારાઓની ઈર્ષા કરીશ નહિ.


પ્રભુની આગળ શાંત થા, અને તેમની સહાયની પ્રતીક્ષા કર. પોતાને માર્ગે આબાદ થનાર અને કાવતરાંમાં સફળ થનારને લીધે ખીજવાઈશ નહિ.


તારા મનમાં પાપીઓની ઈર્ષા કરીશ નહિ; પરંતુ પ્રભુ પ્રત્યે સતત આદરયુક્ત ડર રાખ.


દુષ્ટ માણસોની અદેખાઈ કરીશ નહિ, અને તેમની સોબત કરવાની ઇચ્છા ન રાખ.


જુલમીની અદેખાઈ કરીશ નહિ, અને તેના વર્તનનું અનુકરણ કરીશ નહિ.


મેં મારા વ્યર્થ જીવનમાં ઘણું બધું નિહાળ્યું છે: નેક માણસ તેની નેકી છતાં માર્યો જાય છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે.


હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે?


એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!”


“આપણામાં વસવા આવેલ આત્મા આપણી પાસેથી ઈશ્વર પ્રત્યે અનન્ય નિષ્ઠાની ઝંખના રાખે છે” એવું જે શાસ્ત્રવચન છે તે વ્યર્થ કહ્યું હશે એમ તમે માનો છો?


Lean sinn:

Sanasan


Sanasan