Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 73:27 - પવિત્ર બાઇબલ C.L.

27 તમારાથી દૂર થનારા નિ:સંદેહ નાશ પામશે; તમારા પ્રત્યે બેવફા થનારાઓને તમે સમૂળગા નષ્ટ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે, તેઓનો તમે સમૂળગો નાશ કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે. અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 73:27
15 Iomraidhean Croise  

પ્રભુને વફાદાર નહિ હોવાને લીધે શાઉલ મરણ પામ્યો. પ્રભુની આજ્ઞાનો અનાદર કરીને તેણે મૃતાત્માને સાધીને માર્ગદર્શન આપનારની સલાહ લેવાનો પ્રયાસ કર્યો;


આ પત્ર સર્વ યહૂદીઓને ઉદ્દેશીને લખવામાં આવ્યો અને અહાશ્વેરોશ રાજાના એક્સો સત્તાવીસ પ્રાંતો પર મોકલવામાં આવ્યો. તેમાં યહૂદીઓને શાંતિ અને સલામતીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


તેઓ પોતાનાં કામોથી ભ્રષ્ટ બન્યા અને પોતાના દુરાચારોથી ઈશ્વર પ્રત્યે બેવફા નિવડયા.


દુષ્ટોનો બચાવ કરશો નહિ; કારણ, તેઓ તમારા આદેશો અનુસરતા નથી.


તમારે તે દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો સંધિ-કરાર કરવો નહિ. કારણ, જ્યારે તેઓ તેમના દેવતાઓની પૂજા કરશે અને તેમને બલિદાનો ચડાવશે ત્યારે તેઓ તમને તેમની સાથે ભાગીદાર થવા આમંત્રણ આપશે અને તમે તેમના દેવોને ચડાવેલો પ્રસાદ ખાવાની લાલચમાં પડશો.


પ્રભુ કહે છે, “આ લોકો મારું માત્ર મુખના શબ્દોથી ભજન કરવા આવે છે. તેઓ પોતાના હોઠથી મારું સન્માન કરે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર હોય છે. તેમની ઉપાસના માત્ર મુખપાઠ કરેલ માનવી નિયમો અને પ્રણાલિકાઓ છે.


તમે તેમને રોપો છો, અને તેઓ જડ નાખે છે, તેઓ વૃદ્ધિ પામીને ફળવંત થાય છે. તેમને મુખે તમારું નામ હોય છે, પણ તેમના મનથી તમે દૂર હો છો!


હે પ્રભુ, તમે ઇઝરાયલની આશા છો. તમારો ત્યાગ કરનારા સર્વ લજ્જિત થશે. તમારાથી દૂર જનારા અધોલોકમાં નોંધાઈ જશે; કારણ, એ લોકોએ જીવનઝરણા સમાન પ્રભુનો ત્યાગ કર્યો છે.


એ કિનારી જોઈને તમને મારી બધી આજ્ઞાઓ યાદ આવશે અને તમે તેમનું પાલન કરશો અને તમારા મનની દુર્વાસના અને આંખોની લાલસાથી પ્રેરાઈને બેવફાઈથી અન્ય દેવોને અનુસરવાનું તમારું વલણ અટકશે.


પણ હવે ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધને લીધે તમે જેઓ પ્રથમ ઘણા દૂર હતા તેમને ખ્રિસ્તના રક્ત દ્વારા નજીક લાવવામાં આવ્યા છે.


આમ, ખ્રિસ્તે આવીને તમ બિનયહૂદીઓ, જેઓ ઈશ્વરથી ઘણા દૂર હતા; અને યહૂદીઓ, જેઓ ઈશ્વરની નજદીક હતા, એ સૌને શુભસંદેશનો પ્રચાર કર્યો છે.


હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan