Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 73:26 - પવિત્ર બાઇબલ C.L.

26 મારું શરીર અને મારું મન નબળાં થતાં જશે, પરંતુ ઈશ્વર મારા દયના સમર્થ સંરક્ષક છે, અને તે જ મારો સાર્વકાલિક વારસો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 મારું શરીર તથા હ્રદય ક્ષય પામે છે; તોપણ સર્વકાળ ઈશ્વર મારા હ્રદયનો ગઢ તથા મારો વારસો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે, પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય, મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 73:26
21 Iomraidhean Croise  

અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ.


હે પ્રભુ, તમે મારે માટે વારસાના હિસ્સા જેવા છો; મેં કહ્યું છે તેમ હું તમારાં કથનોનું પાલન કરીશ.


મેં તમને વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મને આત્મબળ બક્ષીને દઢ બનાવ્યો.


હે પ્રભુ, હું તમને પોકાર કરીને કહું છું કે, “તમે જ મારા આશ્રય છો, જીવંતજનોની આ દુનિયામાં તમે જ મારું સર્વસ્વ છો.”


હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છો; મારા ઈશ્વર, મારા ગઢ, હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને ઊંચા બુરજ છો.


પ્રભુની રાહ જો; બળવાન બન, હિમ્મતવાન થા; હવે પ્રભુની જ રાહ જો.


હું અસંખ્ય સંકટોથી ઘેરાઈ ગયો છું. મારા દોષોએ મને પકડી પાડયો છે, તેથી હું કશું જોઈ શક્તો નથી; તેઓ તો મારા માથાના વાળ કરતાં વધારે છે, અને મારું હૃદય નિર્ગત થયું છે.


હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે.


મારો પ્રાણ પ્રભુમંદિરના પ્રાંગણ માટે ઝંખે છે અને ઝૂરે છે. જીવંત ઈશ્વરની આગળ મારું હૃદય અને દેહ હર્ષનાદ કરે છે.


પ્રભુ મારું સર્વસ્વ છે; તેમના પર મારી આશા છે.


મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત, અને મરવું તે વિશેષ લાભ છે.


પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું તે પ્રમાણે હું જાણું છું કે ટૂંક સમયમાં જ હું આ વિનાશી શરીર છોડી જવાનો છું.


જે વિજય પ્રાપ્ત કરશે તે મારી પાસેથી આ બધું મેળવશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે.


Lean sinn:

Sanasan


Sanasan