Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 72:3 - પવિત્ર બાઇબલ C.L.

3 દરેક પહાડ અને ટેકરી પર ઇન્સાફ અને શાંતિનું શાસન પ્રવર્તાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પર્વતો તથા ડુંગરો ન્યાયીપણે લોકોને શાંતિ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ, આબાદી ને સમૃદ્ધિ લાવશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 72:3
13 Iomraidhean Croise  

વેરાન પ્રદેશનાં ચરાણો પર પણ ઝાકળ ટપકે છે. ટેકરીઓ હર્ષથી વિભૂષિત બને છે.


દેશમાં વિપુલ ધાન્ય પાકો, અને પર્વતોનાં શિખરો પર પણ પાક વિલસી રહો; લબાનોન પર્વતની જેમ ત્યાં ફળો લચી પડો, અને ઘાસથી ભરપૂર મેદાનોની જેમ નગરો માણસોથી ઊભરાઈ રહો.


“ઓ આકાશો, વરસાવો! ઓ વાદળો, વરસી પડો! તમે મુક્તિદાયક વિજય વરસાવો. હે પૃથ્વી, તું એનાં જળ ઝીલી લે. એમાંથી મુક્તિના ફણગા ફૂટી નીકળો અને તેની સાથે વિજય વૃદ્ધિ પામો. અલબત્ત, એ ઉગાડનાર હું પ્રભુ છું.”


વધામણીની વાત લઈ આવી રહેલા સંદેશકના પગ પર્વતો પર કેવા સુંદર લાગે છે! તે તો શાંતિની જાહેરાત કરે છે, શુભસંદેશ લાવે છે, ઉદ્ધાર પ્રગટ કરે છે અને સિયોનને કહે છે, ‘તારા ઈશ્વર રાજ કરે છે!’


હું તાંબાને બદલે સોનું, લોખંડને બદલે ચાંદી, લાકડાને બદલે તાંબુ અને પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું શાંતિને તારો શાસક અને ન્યાયીપણાને તારો રાજર્ક્તા બનાવીશ.


“તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે.


તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.


Lean sinn:

Sanasan


Sanasan