Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 72:2 - પવિત્ર બાઇબલ C.L.

2 જેથી તે તમારા લોક પર નેકીથી શાસન કરે, તથા તમારા પીડિત જનો પર ન્યાયપૂર્વક શાસન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય, અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે. તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 72:2
18 Iomraidhean Croise  

ઇઝરાયલના સંરક્ષક ખડકે મને કહ્યું; પ્રભુથી ડરીને ચાલનાર રાજા પ્રજા પર ન્યાયપૂર્વક શાસન ચલાવે છે.


તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તમને ઇઝરાયલના રાજા બનાવી પ્રભુ તમારા પર કેવા પ્રસન્‍ન છે તે તેમણે બતાવ્યું છે. ઇઝરાયલ પ્રત્યેના તેમના અવિરત પ્રેમને કારણે ન્યાય અને નેકી પ્રવર્તાવાને માટે તેમણે તમને તેમના રાજા બનાવ્યા છે.”


શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


મારા પુત્ર શલોમોનને પણ પૂરા દિલની એવી નિષ્ઠા આપો કે તે તમારી આજ્ઞાઓ, આદેશો અને વિધિઓનું પાલન કરે અને જે મંદિર બાંધવા મેં આ તૈયારીઓ કરી છે તે બાંધે.”


ઈશ્વર તો રાજવંશીઓની શરમ ભરતા નથી, અને ગરીબોને ભોગે ધનવાનોની તરફેણ કરતા નથી. કારણ, એ બધું જ તેમના હાથનું સર્જન છે.


પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.”


જો રાજા સચ્ચાઈથી ગરીબોનો ન્યાય તોળે, તો તેનું રાજ્યાસન સદા સલામત રહેશે.


જુઓ, એક એવો સમય આવશે જ્યારે નીતિમત્તાથી રાજ ચલાવનાર એક રાજા આવશે. તેના અમલદારો ન્યાયપૂર્વક અમલ ચલાવશે.


ન્યાયનીતિને પરિણામે કલ્યાણ અને તેની અસરથી કાયમી નિરાંત અને સહીસલામતી પ્રવર્તશે.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


તે દિવસોમાં હું દાવિદવંશના નેક અંકુરને ઉગાડીશ; તે રાજા સમગ્ર દેશમાં નેકી અને ન્યાયથી રાજ કરશે.”


હું ખોવાઇ ગયેલાંઓને શોધીશ, ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘાયલ થયેલાંઓને પાટાપિંડી કરીશ, બીમારને સાજાં કરીશ, પણ પુષ્ટ તથા બળવાનનો હું નાશ કરીશ. કારણ, હું યોગ્ય રીતે મારાં ઘેટાંનું પોષણ કરીશ.


પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan