Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 72:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સર્વકાળ માટે તેમના ગૌરવી નામને ધન્ય હોજો; આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેમનાં મહિમાવંત નામની સર્વદા સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ! આમીન તથા આમીન!

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 72:19
17 Iomraidhean Croise  

બનાયાએ કહ્યું, “આમીન! તમારા ઈશ્વર પ્રભુ એ વાતને સમર્થન આપો.


યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.”


ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! અનાદિકાળથી અનંતકાળ સુધી તેમને ધન્ય હો! આમીન! આમીન!!


પ્રભુ સર્વકાળ ધન્ય હો! આમીન તથા આમીન!


ઈશ્વરના પવિત્ર પર્વત સિયોન પર નુક્સાન કે વિનાશ કરનાર કંઈ હશે નહિ. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ પૃથ્વી પ્રભુના જ્ઞાનથી ભરપૂર થશે.


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


“આમીન! પ્રભુ એ પ્રમાણે કરો! પ્રભુ તારી આગાહી સાચી પાડો અને બેબિલોન દેશમાંથી મંદિરનાં પાત્રો અને દેશનિકાલ થયેલા બધા લોકોને આ સ્થળે પાછા લાવો.


પણ સમુદ્ર જેમ પાણીથી ભરપૂર છે તેમ પ્રભુના ગૌરવના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે.


ત્યારે તો યાહવે આખી પૃથ્વી પર રાજા હશે; સૌ કોઈ તેમનું ઈશ્વર તરીકે ભજન કરશે અને એ જ નામે તેમને ઓળખશે.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


પણ હું જીવંત છું અને સમગ્ર સૃષ્ટિ જેનાથી ભરપૂર છે એ મારા ગૌરવના સોગંદ ખાઈને કહું છું કે, જે દેશ આપવાનું વચન મેં તેમના પૂર્વજોને આપ્યું હતું તેમાં તેઓ પ્રવેશ પામશે નહિ. કારણ, આ લોકોએ મારું ગૌરવ તથા ઇજિપ્ત અને રણપ્રદેશમાં કરેલા મારા અદ્ભૂત ચમત્કારો જોયા છતાં વારંવાર મારી પરીક્ષા કરી છે અને મને આધીન થયા નથી. તેથી જેમણે મારો તિરસ્કાર કર્યો છે તેમનામાંનો કોઈ પણ એ દેશ જોવા પામશે નહિ.


આ શાપકારક પાણી તારા પેટમાં પ્રવેશતાં જ તારું ગર્ભાશય સડી જાઓ અને તારું પેટ સૂજી જાઓ.’ ત્યારે તે સ્ત્રી કહે, ‘આમીન, આમીન.’


તમારું રાજ આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


જે આ બધા વિષે પોતાની સાક્ષી આપે છે તે કહે છે, “ખરેખર, હું ત્વરાથી જ આવું છું!” “આમીન, આવો, પ્રભુ ઈસુ!”


અને સ્વર્ગમાં અને પૃથ્વી પર અને પૃથ્વીના પેટાળનાં બધાં પ્રાણીઓ અને દરિયાની અંદરનાં પ્રાણી અને આખી સૃષ્ટિનાં બધાં જ પ્રાણીઓનો અવાજ મેં સાંભળ્યો. તેઓ ગાતાં હતાં: “જે રાજ્યાસન પર બિરાજમાન છે તેમને અને હલવાનને, સદા સર્વકાળ સ્તુતિ, સન્માન, ગૌરવ અને સામર્થ્ય હો!”


Lean sinn:

Sanasan


Sanasan