Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 72:16 - પવિત્ર બાઇબલ C.L.

16 દેશમાં વિપુલ ધાન્ય પાકો, અને પર્વતોનાં શિખરો પર પણ પાક વિલસી રહો; લબાનોન પર્વતની જેમ ત્યાં ફળો લચી પડો, અને ઘાસથી ભરપૂર મેદાનોની જેમ નગરો માણસોથી ઊભરાઈ રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની જેમ ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે, તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ, ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 72:16
23 Iomraidhean Croise  

યહૂદિયા અને ઇઝરાયલના લોકો સમુદ્રકિનારાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા.


તું જાણશે કે તારા વંશજો પુષ્કળ છે, અને ગોચરમાંના ઘાસની જેમ તારો વંશવેલો વૃદ્ધિ પામશે.


અને તને તારા હક્કનું નિવાસસ્થાન પાછું આપશે. તારી પાછલી સમૃદ્ધિ એવી વધી જશે કે તારી ભૂતકાળની સમૃદ્ધિ એની આગળ જૂજ લાગશે.


લબાનોનનાં પ્રચંડ ગંધતરુ પ્રભુએ જાતે રોપેલાં છે; તે તેમનાં પોતાનાં વૃક્ષો છે; તેઓ પુષ્કળ જળથી સંતૃપ્ત થયેલાં છે.


કાપેલાં ગોચરો પર વરસતા વરસાદ સમાન અને ધીખતી ધરાને સીંચતાં ઝાપટાં સમાન રાજા આશિષદાયક બની રહો.


થોડા જ સમયમાં લબાનોનનું ગાઢ જંગલ ફળદ્રુપ ખેતરમાં ફેરવાઈ જશે અને ફળદ્રુપ ખેતર જંગલ બની જશે.


તમે જમીનમાં બીજની વાવણી કરશો ત્યારે પ્રભુ તેને ઉગાડવા માટે વરસાદ વરસાવશે અને જમીનમાંથી પૌષ્ટિક અને મબલક પાક પેદા થશે. તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરિયાણમાં ચરશે.


પણ ઈશ્વર ફરી એકવાર ઉપરથી પોતાનો આત્મા રેડી દેશે અને રણપ્રદેશ ફળદ્રુપ જમીન બની જશે અને ફળદ્રુપ જમીન વન સરખી બની જશે.


કારણ, તમે પ્રત્યેક ઝરણાના પાણીવાળા પ્રદેશમાં અનાજ વાવશો અને તમારાં ગધેડાં અને ઢોરઢાંકને પણ ચરવા માટે છૂટાં મૂકી શકશો.


તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે.


આકાશના અસંખ્ય તારાઓની જેમ અને સમુદ્રતટની રેતીના અસંખ્ય કણની જેમ હું મારા સેવક દાવિદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યા વધારીશ.”


થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું,


ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા; તે દિવસે સંગતમાં લગભગ ત્રણ હજાર માણસો ઉમેરાયા.


પણ સંદેશો સાંભળનારાઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો; અને વિશ્વાસ કરનાર પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


એ પછી મેં જોયું તો વિશાળ જનસમુદાય એકત્ર થયો હતો. એટલો મોટો કે તેમની સંખ્યા કોઈ ગણી શકે નહિ! તેઓ દરેક રાષ્ટ્ર, કુળ, પ્રજા અને ભાષાઓમાંના હતા. તેઓ રાજ્યાસનની અને હલવાનની આગળ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને ઊભા હતા. તેમના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan